- રામ મંદિરના નિર્માણમાં દરેક હિન્દુઓનો ફાળો : વિહિપ
- 40 લાખ કાર્યકરો સમગ્ર દેશમાં રામ મંદિર માટે ફાળો ઉઘરાવાશે
- રામ મંદિરના નિર્માણ માટે 65 કરોડ હિન્દુઓનો સંપર્ક કરાશે
- રામ મંદિર નિર્માણમાં પૂંજી આપવા અનેક સંપન્ન લોકો સામે આવ્યા
- દિલ્હીને ઘેરવાનો કોઈને અધિકાર નથીઃ વિહિપ કેન્દ્રિય સંયુક્ત મહામંત્રી
અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર અંગે કહ્યું હતું કે, તેઓ સરકાર પાસેથી પૈસા નહીં લે અને જે સંપન્ન લોકો મંદિર નિર્માણ માટે સામે આવ્યા છે. તેઓને પણ વિનમ્રતાથી પૂંજી લેવા માટે ના પાડી છે. કારણ કે, મંદિર નિર્માણ માટે ભારતના ગામેગામ જઈને દરેક હિન્દુઓનો સહયોગ લેવામાં આવશે. તેમનું લક્ષ્ય 5 લાખથી વધુ ગામોમાં, 13 કરોડથી વધુ પરિવારનો સંપર્ક કરી, 65 કરોડ હિન્દુઓનો સંપર્ક અભિયાન છે. આ પ્રસંગમાં 10 લાખ કાર્યકરોની ટુકડીઓમાં કુલ 40 લાખ કાર્યકરો કામે લાગશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992માં અયોધ્યામાં બાબરી વિધ્વંસથી લઈને વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના રામ મંદિર બનાવવા માટેના ચુકાદાને લઈને ભારત સાક્ષી રહ્યું છે. તાજેતરમાં દિવાળીએ પણ અયોધ્યાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ત્યારે હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટ તૈયારીઓ શરૂ થઈ છે.
ગુજરાતના 18,856 ગામનો સંપર્ક કરાશે
વિહિપનું કહેવું છે કે, વૈશ્વિક ઈતિહાસનું આ સૌથી મોટું સંપર્ક અભિયાન છે. આવનારા ત્રણ વર્ષોમાં ભવ્ય રામ મંદિર સાકાર થાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ગુજરાતમાં 18,556 ગામમાં સો ટકા સંપર્ક કરીને નાનો એવો ફાળો પણ દરેક વ્યક્તિ પાસેથી ઊઘરાવવામાં આવશે. આ માટે હિન્દુ ધર્મની શાખાઓના પણ તમામ સંપ્રદાયના સંતો અને આચાર્યનો સમાવેશ કરવામાં આવે છે.