માંડલઃ માંડલમાં 15 વર્ષ પહેલા ગ્રામ પંચાયતનું બોરનું પાણી પુષ્કળ પ્રમાણમાં મળતું હતું પણ કેટલાંક બોર ફેઈલ જતાં હવે તો તે કાયમી બંધ થઈ ગયા છે તો કેટલાક બોર હજુ મંદ ગતિએ ચાલી રહ્યા છે. માંડલ વિસ્તારની રામાનંદ સોસાયટી, ચાણક્યપાર્ક, ચિત્રકૂટ, અંબિકાનગર સોસાયટીમાં વાવેશ્વરના બોર ઉપરથી 7થી 8 હજારની વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ બોરમાં તકનિકી ખરાબી આવતા સોસાયટી વિસ્તારમાં પાણીની સમસ્યા ખૂબ ગંભીર બની છે. એટલે દર ત્રણ દિવસે માત્ર એક વાર અને એ પણ અડધો કલાકથી ઓછો સમય જ પાણી આવે છે. આ પાણી ભરવા માટે લાંબી કતાર જોવા મળે છે.
માંડલમાં ત્રણ દિવસે એક વાર પાણી આવતા લોકો પરેશાન
માંડલમાં આવેલા અનેક સોસાયટીઓમાં પાણીના બોર ખરાબ થઈ જતા હાલમાં દર ત્રણ દિવસે એક વાર પાણી આવે છે. એટલે અહીંના લોકોએ પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. આજથી 15 વર્ષ પહેલાં બોરનું પુષ્કળ પાણી આવતું હતું, પરંતુ હાલમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કેટલાક બોર ફેઈલ થઈ ગયા છે તો કેટલાકમાં ટીપે ટીપે પાણી આવી રહ્યું છે. આથી લોકોએ પાણી મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે.
માંડલમાં ત્રણ દિવસે એક વાર પાણી આવતા લોકો પરેશાન
લોકોના પાણીના હોજ, ધાબા પરની ટાંકીઓ પણ હવે તળિયે આવી ગયા છે. ત્યારે સોસાયટીના લોકોએ પાણીની સમસ્યા માટે ત્રાસ વેઠવો પડી રહ્યો છે. હાલમાં લોકો જીવન જરૂરિયાત કરતા પણ ઓછું પાણી વાપરી રહ્યા છે. લોકોને નાહવા, વાસણ ધોવા, કપડા ધોવા, રસોઈ બનાવવા માટે પાણી ખૂટી રહ્યું છે. દર ત્રણ દિવસે અડધો કલાકથી પણ પાણી ઓછું મળે છે. આથી માંડલ તાલુકાના લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોને જરૂરિયાત કરતા પણ ઓછું પાણી મળે છે આથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.