- અમદાવાદમાં 2 દિવસનો કરફ્યૂ
- પોલીસ કરાવી રહી છે કરફ્યૂ પાલન
- 60 કલાક સ્ટેન્ડ બાય રહીને પોલીસ કરાવશે કરફ્યૂનું પાલન
- તમામ ચાર રસ્તા પર પોલીસની ચેક પોસ્ટ
અમદાવાદઃ શહેરના મોટા ભાગના ચાર રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી રસ્તા પરથી પસાર થનાર વાહન ચાલક કે રાહદારી તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે. તે બાદ જ આગળ જવા દેવામાં આવે છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ પાસે યોગ્ય કારણ ન હોય તો તેની વિરુદ્ધ પોલીસ દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- તમામ પોલીસ સ્ટેશનમાં સતત પેટ્રોલિંગ શરૂ
શહેરના તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે રાખીને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન કોઈ વ્યક્તિ સોસાયટી કે રોડ ઉપર મળી આવે તો તેને સમજાવીને પણ પરત મોકલવામાં આવે છે. ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાન ખુલ્લી રાખવામાં આવી હોય તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે.
- લગ્નને લઈને પણ પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવી