અમદાવાદગાંધી આશ્રમની મુલાકાત દરિમયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Vice President Jagdeep Dhankhar in Ahmedabad) એ ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટ ( Gandhi Ashram Renovation Project ) થવાનો છે તેની સમગ્ર માહિતી ( visits Gandhi Ashram ) મેળવી હતી. તેમણે ગાંધીજીની પ્રતિમાને વંદન કરી સુતરની આંટી પહેરાવી હતી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગાંધી આશ્રમની મુલાકાતે, શું અનુભવ્યું જૂઓ
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અમદાવાદ (Vice President Jagdeep Dhankhar in Ahmedabad) આવ્યાં હતાં. તેમણે ગાંધી આશ્રમની મુલાકાત ( visits Gandhi Ashram ) લીધી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) નો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, ત્યારે પોલિટિકલ પાર્ટીના નેતાઓ દ્વારા ગુજરાતની મુલાકાતમાં પણ વધારો થઈ રહ્યો છે.
ઉપરાષ્ટ્રપતિએ ગાંધી આશ્રમની સંદેશો લખ્યોઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાની અનુભૂતિ વ્યક્ત કરતાં સંદેશ ( Dhankhar message in the Gandhiashram visitor book ) માં લખ્યું હતું કે 'સાબરમતી આશ્રમમાં ગાંધીવાદી વિચારો અને તેમના જીવનને જાણીને ધન્ય થયો છું. આ પવિત્ર સ્થાનથી ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને સત્ય અને અહિંસાની શક્તિથી વિશ્વને પ્રકાશિત કર્યું હતું. ઉત્કૃષ્ટતા એ ગાંધી આશ્રમનો હોલમાર્ક છે. જે ગાંધીજીના વારસાના ખજાનાને પ્રાચીન સ્વરૂપમાં સાચવે છે. આશ્રમની મુલાકાત એ રાષ્ટ્રીય યાત્રાધામ જેવી છે. જે હંમેશા સેવા અને માનવતામાં રહેવા માટે પ્રેરણા આપશે.'
30 મિનિટથી વધુ સમય ગાળ્યોગાંધી આશ્રમ ટ્રસ્ટી નીતિન શુક્લ ( Gandhi Ashram Trustee Nitin Shukla ) એ જણાવ્યું હતું કે 'ઉપરાષ્ટ્રપતિએ આજે પહેલી વખત ગાંધી આશ્રમની મુલાકાત કરી છે અને 30 મિનિટથી વધુ સમય ગાળ્યો હતો. આ સમય દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અહીં આશ્રમમાં આવીને મને મેન્શન મંડેલાને જે ગાંધી પાસેથી પ્રેરણા મળી હતી. તેની પણ અહીં જોવા મળી રહી છે એ આ ભૂમિ ઉપર સાર્થક થઈ રહી છે.'