અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી લોકો પોળોમાં ઉત્તરાયણની ઉજવણી કરે જ છે. હવે પશ્ચિમ વિસ્તારના લોકો પણ અમદાવાદની હેરીટેજ પોળ વિસ્તારમાં ધાબા ભાડે રાખી ઉત્તરાયણની ઉજવણી કરવા આવે છે.
અમદાવાદની પોળમાં Etv Bharat સાથે ઉત્તરાયણની ઉજવણી - ઉત્તરાયણ
અમદાવાદઃ ઉત્તરાયણના તહેવારની મજા તો દરેક વયના લોકો માણે છે. સાચી ઉત્તરાયણની મજા તો અમદાવાદના હેરીટેજ વિસ્તારમાં એટલે કે, પોળ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આવે છે. Etv ભારત દ્વારા સરસપુર વિસ્તારની પોળમાં યુવાઓ સાથે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદની પોળમાં ઈટીવી ભારત સાથે ઉત્તરાયણની ઉજવણી
આ વર્ષેની ઉત્તરાયણમાં પણ શહેરી વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં પોળોમાં આવે છે. તેઓ અહીં ભાડા પર ધાબા રાખે છે, અને પોળોની ઉત્તરાયણનો આનંદ માણે છે. હેરીટેજ સિટી અમદાવાદની હેરીટેજ ઉત્તરાયણની ઉજવણી તો માત્ર પોળોમાં જ થાય છે.