ગુજરાત

gujarat

ETV Bharat / city

Uttar Pradesh Assembly Election 2022: ભાજપે 71 બેઠકોની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપી, 165 કાર્યકરો પ્રચારમાં જશે

ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) યોજાવાની છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓ (gujarat bjp leaders in uttar pradesh election campaign) ને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના નેતાઓને 11 જિલ્લાની 71 બેઠકોની જવાબદારી આપવામાં આવી છે. ગુજરાત ભાજપમાંથી 165 કાર્યકરો (gujarat bjp workers) ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર (up assembly election campaign)માં જશે.

Uttar Pradesh Assembly Election 2022: ભાજપે 71 બેઠકોની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપી, 165 કાર્યકરો પ્રચારમાં જશે
Uttar Pradesh Assembly Election 2022: ભાજપે 71 બેઠકોની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપી, 165 કાર્યકરો પ્રચારમાં જશે

By

Published : Dec 13, 2021, 5:44 PM IST

  • UPમાં વિધાનસભા ચૂંટણીમા ગુજરાત BJPનાં નેતાઓને આપવામાં આવી જવાબદારી
  • 11 જિલ્લાના 71 વિધાનસભાની બેઠકોની જવાબદારી સોંપાઈ
  • ગુજરાતના 165 કાર્યકરો UP વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં જશે

અમદાવાદ: આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ(Uttar Pradesh Assembly Election 2022) યોજાવાની છે. તમામ પાર્ટીઓ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા કબજે કરવા સક્રિય થઇ ચૂકી છે. ભાજપ તેના આગોતરા પ્લાનિંગ માટે જાણીતી છે. ભાજપે ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં 11 જિલ્લાની 71 બેઠકોની જવાબદારી ગુજરાત ભાજપના નેતાઓ (gujarat bjp leaders in uttar pradesh election campaign)ની સોંપી છે.

ગુજરાતના 165 કાર્યકરો UP વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં જશે

આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 165 કાર્યકરો (gujarat bjp workers) ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર (up assembly election campaign)માં જશે. પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ ઉપાધ્યક્ષ જનક બગદાણાને આ માટે જવાબદારી સોંપાઈ છે. પૂર્વ કેબિનેટ પ્રધાન રમણલાલ વોરા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને OBC મોરચાના મહામંત્રી મયંક નાયક ગુજરાતથી ઉત્તરપ્રદેશ ચૂંટણી પ્રચારમાં જશે.

16 ડિસેમ્બરે તમામ નેતાઓ જશે ઉત્તર પ્રદેશ

ગુજરાતના ભાજપના નેતાઓ અવધ, ગોડા, રાયબરેલી, સીતાપૂર, બલરામપુર, લખનૌ, આયોધ્યા સહિતના 11 જિલ્લાઓમાં ચૂંટણી પ્રચાર કરશે. આ તમામ નેતાઓ 16 ડિસેમ્બરે તમામ નેતાઓ જશે. પ્રત્યેક નેતાને વિધાનસભા પ્રમાણે શક્તિકેન્દ્ર અને બૂથ સમિતિ (shakti kendra and booth committee) પર કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

આ પણ વાંચો: Hindutva : ઓવૈસીએ કર્યો રાહુલ પર વળતો પ્રહાર, કહ્યું કોંગ્રેસે રાજકીય મેદાન બનાવ્યું

ABOUT THE AUTHOR

...view details