ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રિય ગૃહપ્રધાને દિવમાં કરી મહત્વની બેઠક, મહારાષ્ટ્રના CM ગેરહાજર

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે (11 જૂને) દિવની મુલાકાતે (Union Home Minister Amit Shah on Diu Visit) છે. અહીં તેઓ જાહેર સભાને પણ સંબોધન કરશે. સાથે જ તેમના અન્ય કયા કાર્યક્રમ છે. તે અંગેની વિગત જોઈએ આ અહેવાલમાં.

કેન્દ્રિય ગૃહપ્રધાને દિવમાં કરી મહત્વની બેઠક, મહારાષ્ટ્રના CM ગેરહાજર
કેન્દ્રિય ગૃહપ્રધાને દિવમાં કરી મહત્વની બેઠક, મહારાષ્ટ્રના CM ગેરહાજર

By

Published : Jun 11, 2022, 10:41 AM IST

Updated : Jun 11, 2022, 2:34 PM IST

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે (11 જૂને) કેન્દ્રશાસિત પ્રદેશ દિવની (Union Home Minister Amit Shah on Diu Visit) મુલાકાતે છે. અહીં તેઓ જાહેર સભાને સંબોધન (Amit Shah to address Public Meeting) કરશે. સાથે જ તેઓ કેન્દ્ર અને દિવ પ્રશાસન દ્વારા શરૂ કરાયેલા વિકાસના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દિવ અને દમણના પ્રશાસક પ્રફુલ પટેલે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહનું સ્વાગત કર્યું હતું. તો આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ એવા અમિત શાહ સોમનાથ મંદિરના દર્શને પણ જાય તેવી શક્યતા છે.

વેસ્ટ ઝોનની બેઠકમાં મહારાષ્ટ્રના CM ગેરહાજર

આ પણ વાંચો-HM Amit Shah : ભરુચની 115 વર્ષ જૂની બેંકના વખાણ સાથે સહકારી ક્ષેત્ર માટે મહત્ત્વની કઇ વાતો કહી તે વિશે જાણો

વેસ્ટ ઝોનની બેઠકમાં મહારાષ્ટ્રના CM ગેરહાજર - દિવ ખાતે જાલંધર સર્કિટ હાઉસમાં વેસ્ટ ઝોનની બેઠકનું આયોજન (West Zone meeting in Diu) કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દિવ અને દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત અને મહારાષ્ટ્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જોકે, આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરની ગેરહાજરી આંખે વળગી છે.

આ પણ વાંચો-Nadiad Police Avas : તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખશે : ગૃહપ્રધાન અમિત શાહ

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલના કામોની થશે ચર્ચા -આજે (શનિવારે) દિવસ દરમિયાન દિવ ખાતે વિવિધ બેઠકોનો દોર જોવા મળશે. સૌપ્રથમ વેસ્ટ ઝોનની બેઠક (West Zone meeting in Diu) યોજાશે. આ બેઠકમાં ખાસ કરીને વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલના વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા અને નવા નિર્ણયો થાય તેવી શક્યતા છે. જોકે, આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ગેરહાજર રહ્યા છે. તેમની જગ્યાએ તેમણે તેમના પ્રતિનિધિઓ મોકલ્યા છે, જેઓ મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત ઝોન હેઠળ આવતા તમામ વિસ્તારોમાં સીમાથી લઈને સુરક્ષા અને માળખાકીય સુવિધાઓના વિકાસને લઈને ખૂબ મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થશે. આ બેઠકની અધ્યક્ષતા ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah on Diu Visit) કરી રહ્યા છે, એટલે આ બેઠકનું મહત્વ વધી રહ્યું છે.

Last Updated : Jun 11, 2022, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details