અમદાવાદઃ વિશ્વ યોગ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્ય કલાકાર ભરત બારીયા તેમજ અક્ષય પટેલને તાઇવાન ખાતે ક્લાસિકલ શાસ્ત્રીય નૃત્ય શીખવાડવા માટે ગુજરાતના આ બે કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ બંને કલાકારો દ્વારા 10 દિવસ માટે તાઇવાનના અલગ-અલગ શહેરોની અંદર વિદ્યાર્થીઓ માટે ડાન્સની સ્પેશિયલ તાલીમ આપવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. એક બેચમાં છ કલાક સુધી ડાન્સની તેઓ પ્રેક્ટિસ કરાવતા હતા.
ગુજરાતના બે કલાકારો દ્વારા તાઈવાનમાં 600 વિદ્યાર્થીઓને ડાન્સની તાલીમ અપાઈ - training for dance
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતીય સંસ્કૃતિના યોગને વિશ્વભરમાં પ્રસિદ્ધિ આપવામાં આવે છે, ત્યારે વિશ્વભરમાં યોગનું મહત્વ દિવસેને દિવસે વધતું જાય છે. અને સમગ્ર વિશ્વ યોગની જરૂરિયાત અને મહત્વને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યું છે. યોગ દ્વારા થતા ફાયદાઓને પણ લોકો અનુભવી રહયા છે.
ગુજરાતના બે કલાકારો દ્વારા તાઈવાનમાં 600 વિદ્યાર્થીઓને ડાન્સની તાલીમ અપાઈ
ભરત બારીયાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતની પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય શીખવાની તાઈવાનના વિદ્યાર્થીઓની તાલાવેલી અને જોમ જુસ્સો એટલો બધો હતો કે, સતત છથી સાત કલાક નૃત્યની અવિરતપણે ડાન્સની પ્રેક્ટિસ કર્યા બાદ પણ તેઓ થાકતા ન હતા. તેમજ નવા અલગ-અલગ સ્ટેપ શીખવા માટે તેઓની તાલાવેલી અને ઉત્સાહ એટલો બધો હતો કે, ગુજરાતના આ બંને કલાકારોને પણ ગર્વ થતો હતો કે, ભારતીય પરંપરાગત નૃત્યને વિશ્વના ખૂણે ખૂણ પહોંચાડવાની તક અમને પ્રાપ્ત થઈ હતી.