- કોરોના મ્યુકોરમાયકોસિસ વચ્ચે બાળકોમાં હવે વધ્યો નવો ખતરો
- કોરોનાથી સાજા થતા બાળકોમાં MIS - C બીમારીના કિસ્સા જોવા મળ્યા
- સિવિલ હોસ્પિટલમાં MIS - Cથી બે બાળકોના મોત
અમદાવાદઃ કોરોનાથી સાજા થયા બાદ બાળકને 3 દિવસથી વધુ તાવ આવે, શરીર પર લાલ ચકામાં દેખાય, બાળકની આંખો લાલ રહેતી હોય, આંખો પર સોજા આવે, બાળકને ઝાડા, ઉલ્ટી થતા હોય, અચાનક શોક આવે તો તાત્કાલિક તજજ્ઞની સલાહ લેવી હિતાવહ છે. કારણ કે, અમદાવાદમાં બાળકોમાં એક નવો રોગ જોવા મળ્યો છે. મ્યુકોરમાયકોસિસ જેવા Multisystem inflammatory syndrome in childrenના કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃવિદેશમાં બાળકોને થતી MIS-C બિમારીનો પ્રથમ કેસ સુરતમાં સામે આવ્યો : સારવાર બાદ બાળક સ્વસ્થ
10 જેટલા બાળકોમાં MIS-Cના લક્ષણો જોવા મળ્યા
અમદાવાદમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધીમાં 10 જેટલા બાળકોમાં MIS-Cના લક્ષણો જોવા મળી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં MIS-Cથી બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે. બન્ને બાળકો ગંભીર સ્થિતિમાં સારવાર માટે આવેલા, જેમાં એક બાળકનું MIS-Cના કારણે લોહીનું દબાણ ઓછુ થવાથી મૃત્યુ થયું છે. જયારે અન્ય બાળકનું હ્રદય, મગજ અને લીવર ફેલ થવાથી મૃત્યુ થયું છે.