- વેપારી સાથે 1.13 કરોડની ઠગાઈ કરી
- એટમદાસ નામની ઓનલાઇન બોગસ વેબસાઈટ બનાવી હતી
- સર્જીકલ ઇક્વિપમેન્ટ નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
અમદાવાદ : શહેરમાં કાળા બજારીથી વધુ રૂપિયા કમાવવાની લાલચે પહેલા દવા, ઇન્જેક્શન અને ઓક્સિજન સિલિન્ડર વેચતા લોકો પકડાયા છે, ત્યારબાદ હવે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનના નામે પણ કાળા બજારી કરતા શખ્સો ઝડપાયા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આવા બે શખ્સોની અમદાવાદમાંથી ધરપકડ કરી 59 લાખ રૂપિયા કબજે કર્યા છે. જ્યારે પકડાયેલા બન્ને શખ્સોની મોડેસ ઓપરેન્ડી ખુબ જ અલગ પ્રકારની હતી. જેનાથી કોઈપણ વેપારી તરત જ આકર્ષાય અને તેમની પાસેથી માલ ખરીદવા તત્પર થઇ જતો. જેમાં આ શખ્સો સર્જીકલ ઇક્વિપમેન્ટ નવો વેપાર કરતા હોવાની એક ઓનલાઇન બોગસ વેબસાઈટ એટમદાસ નામની બનાવી તમામ સર્જિકલ સાધનો વેબસાઇટમાં મૂકતા અને નાના- મોટા કોઈ પણ ઓર્ડર ઓનલાઇન વેબસાઇટ મારફતે જ મૂકી જાહેરાત આપતા હતા.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં એક વેપારીએ અજાણ્યા યુવક સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી
સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી
આમ છેલ્લા એકાદ વર્ષથી આ શખ્સોએ અનેક વેપારીઓને સર્જીકલ ઇક્વિપમેન્ટ નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ફરિયાદી ઘાટલોડિયામાં રહેતા અને ચાંગોદરમાં એક્સ રે મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવતા નીરવ લાલાને ઓડિશાના એક ડીલરે એક બિલનો ફોટો અને કંપનીની વિગત આપી હતી. જેથી ફરિયાદીને નિરવભાઈએ ફોન કરી એટમદાસ નામની કંપનીમાં ઓક્સિજન મશીન લેવાનું જણાવ્યું હતું. જોકે આ શખ્સોએ પહેલા ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતા ઓર્ડર મોટો હોવાનું જણાવી ફરિયાદીએ એડવાન્સ રૂપિયા આપવાનું ટાળ્યું, પરંતુ ચાલાક શખ્સોએ ફોન ઉપર જ ફરિયાદીને જણાવ્યું હતું કે, હાલ કોરોનાના પગલે આ મશીનરી આ ખૂબ જ ઓર્ડર આવે છે. તો આપે ખરીદવા હોય તો 10 ટકા એડવાન્સ પેમેન્ટ આપવું પડશે. ત્યારે નિરવભાઈએ આરોપી અંકિત વાળાને પાંચ લીટરની ક્ષમતા ધરાવતા 1000 મશીન અને 10 લીટરની ક્ષમતા ધરાવતા 1000 મશીન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.