પોલીસકર્મીએ નાગરીકને બેદરકારી પૂર્વક જવાબ આપતા કહ્યુ કે "સરકારે અમને કેમેરા જ નથી આપ્યા તો ફોટો ક્યાંથી પાડીએ?" નાગરીક દ્વારા પોલીસકર્મી સાથે ના આ સંવાદનો વીડિયો લેવામાં આવ્યો હતો. જેમાં પોલીસકર્મીનો આ જવાબ પણ રેકોર્ડ થયો હતો.
ટ્રાફિક પોલીસની લુખ્ખાગીરી, વાહન ટૉ કર્યાનું પ્રુફ માંગતા આપ્યો તુમાખી ભર્યો જવાબ - Towing
અમદાવાદ: રવિવારે અમદાવાદમાં એક નાગરીકનું વાહન ટૉ કરીને સારંગપુર દરવાજા પાસે લઈ જવામાં આવ્યું હતું. જેમાં નાગરીકે અમદાવાદ ટ્રાફિક પોલીસના કર્મચારી પાસે ટૉ કરેલ વાહનનો ફોટો માંગતા પોલીસકર્મી દ્વારા બેદરકારી પૂર્વક જવાબ આપવામાં આવ્યો હતો.
સ્પોટ ફોટો
અત્રે ઉલ્લેખનીય છે કે, વાહનને ટૉ કરતા પહેલાં વાહનો પાર્કિંગમાં છે કે નહીં, તેની સાબિતી માટે તેનો ફોટો અથવા વીડિયો લેવો જરૂરી છે.