- નહેરુ બ્રિજ બંધ થતાં એલિસ બ્રિજ પર 1 કિ.મી સુધી ટ્રાફિક જામ
- સમારકામ માટે નહેરુ બ્રિજ કરાયો છે બંધ
- ટાગોર હોલથી તિલક બાગ સુધી ટ્રાફિક જામ
અમદાવાદ:અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ શરૂ થતા તંત્ર દ્વારા 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સવારે લોકોની અવર જવરનો સમય હોવાથી એલિસબ્રિજ ઉપર ટ્રાફિક જામ થયો હતો. ટાગોર હોલથી લઇને તિલકબાગ સુધીનો ટ્રાફિક જામ થયો હતો. જેમાં AMTS ની બસથી લઇને નોકરી પર જતા વ્યક્તિઓ ટ્રાફિકમાં ફસાયા હતા.