ગુજરાત

gujarat

ETV Bharat / city

રો મટીરિયલના ભાવને નિયંત્રણમાં રાખવા ગુજરાત પેઇન્ટ એસોસિયેશનની સરકાર સમક્ષ માંગણી

કોરોના બાદ ઘણાં ધંધામાં મંદી જોવા મળી છે. ઘણાં નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે, મોટા ઉદ્યોગોને પણ માઠી અસર થઇ છે. અમદાવાદની વાત કરીએ તો વિવિધ GIDCમાં નાના નાના એકમોને ખૂબ જ નુકસાન થયું છે. રંગ બનાવતી નાની-નાની ફેક્ટરીઓને પણ નુકસાન થયાનું સામે આવ્યું છે. રંગ બનાવવામાં વપરાતા રો મટીરિયલમાં એકાએક વધારો થઈ જતાં રંગ બનાવતા નાના-નાના એકમોને ખૂબ જ વ્યાપક નુકસાન જઈ રહ્યું છે. જેને લઇને ગુજરાત પેઇન્ટ એસોસિયેશન દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે અને સરકાર સમક્ષ માંગ પણ કરવામાં આવી છે કે રંગ બનાવવામાં વપરાતા મટીરિયલ ઉપર દેખરેખ રાખી શકે તે માટે એક કમિટી રચવામાં આવે.

ગુજરાત પેઇન્ટ એસસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ કમિટિ રચવાની માંગ કરાઇ
ગુજરાત પેઇન્ટ એસસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ કમિટિ રચવાની માંગ કરાઇ

By

Published : Mar 17, 2021, 10:36 PM IST

  • ગુજરાત પેઇન્ટ એસસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ કમિટિ રચવાની માંગ કરાઇ
  • રો મટીરિયલના ભાવમાં રાતોરાત વધારો થતાં વેપારીઓ નિરાશ થયા
  • રો મટીરિયલમાં 35 ટકાનો ભાવ વધારો નોંધાયો

આ પણ વાંચોઃરાજકોટ પોલીસ કમિશ્નરે લોકોને કોરોના અંગે તમામ તકેદારી રાખવાની કરી અપીલ

અમદાવાદઃ કોરોનાના કહેરે ઉદ્યોગોને બ્રેક મારી દીધી હોય તેમ લાગી રહ્યું છે. લઘુ ઉદ્યોગ હોય કે પછી મોટા ઉદ્યોગ તમામને આર્થિક રીતે નુકસાન વેઠવું પડયું છે. અમદાવાદમાં રંગ બનાવતી નાની-નાની ફેક્ટરીઓમાં ભાવમાં ૩૦થી ૩૫ ટકા વધારો થઈ જતાં તેમની પરિસ્થિતિ કફોડી બની છે. રાજ્ય સરકારને પણ તેમણે વિનંતી કરી છે કે રંગ બનાવતી નાની-નાની ફેક્ટરીઓમાં આર્થિક મંદી જોવા મળી રહી છે. કલરના રો મટીરિયલમાં 35% ઉછાળો આવતા વેપારીઓમા અને રંગ બનાવતા એકમોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત પેઇન્ટ એસોસિયેશનના પ્રમુખે સરકારને વિનંતી કરી છે કે રો મટીરિયલના ભાવમાં વધારો ન થાય તે માટે નિયમો નક્કી કરવામાં આવે. આ સાથે જ એક કમિટિની રચના કરવામાં આવે જેથી કરીને રાતોરાત રો મટીરિયલના ભાવમાં વધારો ના થાય.

રો મટીરિયલના ભાવને નિયંત્રણમાં રાખવા ગુજરાત પેઇન્ટ એસોસિયેશનની સરકાર સમક્ષ માંગણી

આ પણ વાંચોઃ બાલાસિનોરમાં કોરોના સંક્રમણ વધતા વેપારી મંડળો દ્વારા 3 દિવસ જનતા કર્ફ્યૂનો નિર્ણય લેવાયો

મુખ્યપ્રધાનને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાશે

રંગ બનાવતી ફેક્ટરીમાં રંગ બનાવી તેને પ્લાસ્ટિક તેમજ ટ્રેનના ડબ્બામાં ભરવામાં આવતા તમામ ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે. જેથી વેપારીની ભાવ ખૂબ જ ઊંચો જાય છે અને ગ્રાહક સુધી પણ મોંઘા ભાવે પહોંચે છે. જો રો મટીરિયલના ભાવમાં નિયંત્રણ લાવવામાં આવે તો વેપારી તેમજ ગ્રાહકને ફાયદો થઇ શકે. આગામી દિવસોમાં ગુજરાત પેઇન્ટ એસોસિયેશન દ્વારા મુખ્યપ્રધાનને પણ આવેદનપત્ર આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details