ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રવાસીઓ આનંદો: અમદાવાદ સ્ટેશનથી શરૂ થઈ 9 જોડી ટ્રેન

કોરોના મહામારીના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. જોકે, હવે કોરોનાના કેસ ઘટતા ટ્રેનોને ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે પશ્ચિમ રેલવેએ અમદાવાદથી પસાર થતી 9 જોડી ટ્રેનની શરૂઆત કરી છે.

પ્રવાસીઓ આનંદો, અમદાવાદ સ્ટેશનથી શરૂ થઈ 9 જોડી ટ્રેન
પ્રવાસીઓ આનંદો, અમદાવાદ સ્ટેશનથી શરૂ થઈ 9 જોડી ટ્રેન

By

Published : Jun 23, 2021, 12:59 PM IST

  • કોરોનાની પરિસ્થિતિ હળવી બનતા ટ્રેનો વધી
  • અમદાવાદથી દેશના જુદા-જુદા ભાગોમાં જશે ટ્રેન
  • પ્રવાસીઓને થશે રાહત

અમદાવાદઃ વર્તમાન કોરોના મહામારીની અસરને ઘટાડવા અને મુસાફરોની સુવિધા અને માગ માટે પશ્ચિમ રેલવેના અમદાવાદથી દોડતી અને પસાર થતી 9 જોડી ટ્રેનો ફરી શરૂ કરવામાં આવી રહી છે.

કોરોનાની પરિસ્થિતિ હળવી બનતા ટ્રેનો વધી

આ પણ વાંચોઃગુજરાતને ક્યારે મળશે Bullet Train ? જાણો વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ( PM Modi dream project ) ક્યાં અટવાયો... ?

જુઓ કઈ કઈ ટ્રેન શરૂ થઈ અને કયા દિવસે આવશે?

  • ટ્રેન નંબર 02009, મુંબઈ-અમદાવાદ શતાબ્દી સ્પેશિયલ 28 જૂન 2021થી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે
  • ટ્રેન નંબર 02010, અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સ્પેશિયલ 28 જૂનથી આગળની સૂચના સુધી પ્રતિ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે
  • ટ્રેન નંબર 02908, હાપા-મડગાંવ સુપરફાસ્ટ સ્પેશિયલ 30 જૂનથી આગળની સૂચના સુધી દર બુધવારે દોડશે
  • ટ્રેન નંબર 02907, મડગાવ-હાપા સુપરફાસ્ટ સ્પેશિયલ 2 જુલાઈ 2021થી આગામી સૂચના સુધી દર શુક્રવારે ચાલશે
  • ટ્રેન નંબર 02933, મુંબઇ સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ 28 જૂનથી આગામી સૂચના સુધી દૈનિક દોડશે
  • ટ્રેન નંબર 02934, અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 28 જૂનથી આગામી સૂચના સુધી દૈનિક દોડશે
  • ટ્રેન નંબર 09043, બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સ્પેશિયલ 1 જુલાઈથી આગળની સૂચના સુધી દર ગુરૂવારે ચાલશે
  • ટ્રેન નંબર 09044, ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 2 જુલાઈ, 2021થી દર શુક્રવારે દોડશે
  • ટ્રેન નંબર 09260, ભાવનગર - કોચુવેલી સ્પેશિયલ 29 જૂન 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવારે દોડશે
  • ટ્રેન નંબર 09259, કોચુવેલી ભાવનગર, સ્પેશિયલ 1 લી જુલાઈ 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે દોડશે
  • ટ્રેન નંબર 09262, પોરબંદર-કોચુવેલી, સ્પેશિયલ 1 જુલાઈ 2021 થી દર ગુરુવારે દોડશે
  • ટ્રેન નંબર 09261, કોચુવેલી-પોરબંદર, સ્પેશિયલ આગળની સૂચના સુધી દર રવિવારે 4 જુલાઈ 2021થી આગળની સૂચના સુધી દોડશે
  • ટ્રેન નંબર 09263, પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ 29 જૂન 2021થી આગળની સૂચના સુધી દર મંગળવાર અને શનિવારે ચાલશે
  • ટ્રેન નંબર 09264, દિલ્હી સરાઈ રોહિલા-પોરબંદર સ્પેશિયલ, 1 જુલાઇ 2021થી આગળની સૂચના સુધી દર સોમવારે અને ગુરુવારે ચાલશે
  • ટ્રેન નંબર 09293, બાન્દ્રા ટર્મિનસ-મહુઆ સ્પેશિયલ, 30 જૂન 2021થી આગળની સૂચના સુધી દર બુધવારે ચાલશે
  • ટ્રેન નંબર 09294, મહુવા-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ, 1 જુલાઈથી આગળની સૂચના સુધી દર ગુરુવારે ચાલશે
  • ટ્રેન નંબર 09029, બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ, 29 જૂન 2021થી આગળની સૂચના સુધી પ્રતિ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલશે
  • ટ્રેન નંબર 09030, અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ, 30 જૂનથી આગળની સૂચના સુધી પ્રતિ બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલશે
  • ટ્રેન નંબર 09262, પોરબંદર-કોચુવેલી સ્પેશિયલમાં 1 જુલાઈ 2021થી આગળની સૂચના સુધી એક પેન્ટ્રી કાર કોચ લગાવવામાં આવી રહી છે અને 09261 કોચુવેલી-પોરબંદર સ્પેશિયલમાં 4 જુલાઈ 2021થી આગળની સૂચના સુધી એક પેન્ટ્રી કાર કોચ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન એક સ્લીપર કોચ ઘટાડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃભાવનગર રેલવે ડિવિઝનની વિશેષ ટ્રેનો ફરીથી પાટા પર દોડશે

રેલવેએ પ્રવાસીઓને કરી વિનંતી

રેલવેએ પ્રવાસીઓને વિનંતી કરી છે કે, ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની પ્રવાસ કરે. વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details