- વિશ્વકર્મા મંદિરમાં ભક્તોની સવારથી જ દર્શન માટે ભક્તોની ભીડ
- ભગવાનને વિશેષ અન્નકુટ, પૂજા-અર્ચના માટે હવનનું કરાયું આયોજન
- સાંસદ કિરીટ સોલંકી સહિતના નેતાઓએ વિશ્વકર્મા જયંતીની પાઠવી શુભકામના
અમદાવાદ:વિશ્વના પહેલા એન્જિન્યર અને આર્કિટેક કહેવાતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી આજે ગુરુવારના રોજ વિવિધ મંદિરોમાં કરવામાં આવી રહી છે. અમદાવાદના રાણીપમાં આવેલા ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે વિશેષ અન્નકુટ પણ ધરવામાં આવ્યો છે અને પૂજા-અર્ચના સાથે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાણીપ વિશ્વકર્મા મંદિરના ટ્રસ્ટિ અને કાર્યકરો દ્વારા મંદિર પર ખાસ રંગોળી પણ કરવામાં આવી છે. મંદિરના ફૂલો તથા વિવિધ લાઇટ્સ દ્વારા શણગાર પણ કરવામાં આવ્યો છે. આ સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા 150 કિલોથી વધારેનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. ભગવાનના દર્શન કરવા આવતા તમામ ભકતોને વિશેષ પ્રસાદ પણ આપવામાં આવ્યો છે.
વાસ્તુકલાના આચાર્ય ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ
ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસને ખુબ શુભ માનવામાં આવે છે. વસુદેવ અને માતા અંગિરસીના પુત્ર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ છે. મહાસુદ તેરસના દિવસે ભગવાનનો જન્મ થયો હતો. ભગવાન વિશ્વકર્મા શ્રૃષ્ટિના રચિતા છે. આપણે જે પણ જોઇએ છીએ તેનું સર્જન ભગવાન વિશ્વકર્માએ કર્યુ છે. વિશ્વકર્માને વાસ્તુકલાના આચાર્ય ગણવામાં આવે છે. ઘર, ઓફિસ સહિતના તમામ વસ્તુઓની રચના કરવામા માટે ભગવાને આપેલા રચનાના આધારે કરવામાં આવે છે. જેનાથી લાભ અને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
સોનાની લંકા ભગવાન વિશ્વકર્માએ રચી હતી