અમદાવાદઃ અમદાવાદમાં હાઉસ ઓફ મેરિગોલ્ડના સ્થાપક અને અગ્રણી બિઝનેસવુમન શિલ્પા ચોકસી અમદાવાદ મહિલાઓના અધ્યક્ષ છે જેમણે ગયા મહિને ટાઈ મહિલા મંચની શરૂઆત કરી હતી. જેમાં ઘણી બધી મહિલાઓ આ મંચમાં જોડાઈ હતી. હજી પણ બધી મહિલાઓ તેમાં જોડાઈ રહી છે જેમાં એમ.એસ.એમ.ઈ અને મહત્ત્વાકાંક્ષી મહિલાઓને ટાઈમાં આમંત્રણ મળે છે.
ટાઈ અમદાવાદ દ્વારા 10000 મહિલાઓને સશક્ત બનાવવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યો - સ્ત્રી સશક્તિકરણ
ઉદ્યોગસાહસિકતાની ભાવનાના માર્ગદર્શન અને સંભાળ લાવવાના લક્ષ્ય સાથે સિલિકોન વેલીમાં સિંધુ ઉત્તમની સ્થાપના કરવામાં આવી હતી ટાઈ(THE INDUS ENTREPRENEURS) વૈશ્વિક સ્તરે વુમન માટે ઓળખાતું પ્લેટફોર્મ છે. તે મહિલાઓ નાના ઉદ્યોગોને સશક્ત બનાવવાનો અને તેમાં જોડાવાનું એક મંચ છે. જેમાં 15,000થી વધારે મેમ્બરો જોડાયેલાં છે. જે મહિલાઓના નેટવર્કિંગ જ્ઞાનનિર્માણ અને દ્રશ્યતા વધારવાને ટેકો આપે છે.
ટાઈ અમદાવાદ દ્વારા 10000 મહિલાઓને સશક્ત બનાવવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યો
ગયા મહિને જ ટાઈ પ્રથમ ઇવેન્ટ યોજાઇ હતી જેમાં ગુજરાતમાંથી 39 જેટલી મહિલાઓએ તેમાં ભાગ લીધો હતો. જોકે ટાઈ અમદાવાદનો ઉદ્દેશ 10 થી 15 હજારી મહિલાઓ સુધી પહોંચવાનું છે.