ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સ્માર્ટ BRTSમાં PAYTM થી બુક થશે ટિકિટ

આજ કાલ તમામ ધંધાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર વધારે પકડ જમાવી રહ્યા છે... ત્યારે સ્માર્ટ અમદાવાદની બીઆરટીએસ પણ હવે સ્માર્ટ પગલાં ઓ તરફ વળી રહી છે.. ત્યારે બીઆરટીએસ ની ટીકીટ હવે pay tm પર થી બુક થઈ શકશે

BRTSમાં PAYTM
BRTSમાં PAYTM

By

Published : Jan 24, 2021, 9:56 AM IST

  • સ્માર્ટ બીઆરટીએસમાં ડિજિટલ સર્વિસ શરુ કરાઈ
  • બીઆરટીએસની ટિકિટ મળશે PAYTM પર
  • બસ સ્ટોપ પર લાઈનમાં ઉભા રહેવામાં થી મુક્તિ મળી

    અમદાવાદ :આજથી જ શહેરના BRTS સ્ટેશન પર કેશલેસ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.જેના લીધે ડિજિટલ પેમેન્ટથી કેટલીક રાહત થઈ શકે છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયમાં ડિજિટલ સર્વિસ શરૂ થઈ એ સારી બાબત કહી શકાય.
    બસ સ્ટોપ પર લાઈનમાં ઉભા રહેવામાં થી મુક્તિ મળી

કોરોના મહામારીના સમયમાં કેસલેશ ટિકિટ

અમદાવાદ શહેરમાં લગભગ સૌથી વધુ બીઆરટીએસ સ્ટોપ છે.કોરોનાને ધ્યાનમાં રાખી બસમાં માત્ર 50 ટકા પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવે છે.વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરનાં કુલ 161 બીઆરટીએસ સ્ટેશન પર PAYTM દ્વારા ટિકિટની ખરીદી શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થા 23 જાન્યુઆરી થી શરૂ થઈ છે. આ સુવિધાથી પેસેન્જર હવેથી કેસલેસ અને કોન્ટેકટલેસ ટિકિટ બુક કરી બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકશે.

સ્માર્ટ બીઆરટીએસમાં ડિજિટલ સર્વિસ શરુ કરાઈ

પેટીએમથી ટિકિટ બુક કરાવવાના ફાયદા

  • કોરોના વાઈરસને ધ્યાને ડિજિટલ માધ્યમથી ટિકિટનાં નાણાં ચૂકવી શકાશે.
  • બસ સ્ટેશન પર લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ
  • પેટીએમથી ટિકિટ બુક કરાવાથી સમયાંતરે એટીએમની ઓફરોનો પણ લાભ મળશે

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details