ગુજરાત

gujarat

ETV Bharat / city

અટલ વોક વે બ્રિજ માટે ટિકિટના દર જાહેર, બુધવારથી થશે અમલીકરણ

અમદાવાદ શહેરને વધુ એક નજરાણું મળ્યું છે. અમદાવાદ શહેરમાં આવેલા સાબરમતી રીવરફ્રન્ટ પર ફૂટ વે બ્રીજ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા અટલ વોક વે બ્રિજ પર મુલાકાતઓ માટે ટિકિટ દર નક્કી કરવામાં આવ્યો છે. જે આવતીકાલથી અમલ કરવામાં આવશે. Ticket rates for visits Atal Walk Way Bridge 2022 Ahmedabad Sabarmati Riverfront Development 2022

અટલ વોક વે બ્રિજ માટે ટિકિટના દર જાહેર, બુધવારથી થશે અમલીકરણ
અટલ વોક વે બ્રિજ માટે ટિકિટના દર જાહેર, બુધવારથી થશે અમલીકરણ

By

Published : Aug 30, 2022, 7:46 PM IST

અમદાવાદશહેરનું સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ (Narendra Modi dream project) સમાન સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા દેશના પ્રથમ વોક વે બ્રીજ બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ (Ahmedabad Sabarmati Riverfront Development 2022) દ્વારા પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખી ટિકિટ દર (Walkway Bridge Ticket Rate for Visitors) નક્કી કરવામાં આવ્યા છે જે આવતીકાલથી અમલમાં મૂકવામાં આવશે.

સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન

આ પણ વાંચોવડાપ્રધાન મોદીએ અટલ ફૂટઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું, આવી છે એની ખાસિયતો

અટલ વોક વે બ્રિજ પર મહત્તમ 30 રૂપિયા ટીકીટઅમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ વોક વે બ્રિજ આખરે ટીકીટ દર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં 3 વર્ષથી 12 વર્ષ સુધીના તેમજ 60 વર્ષથી વધુના લોકોને 15 રૂપિયા જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. વિકલાંગ લોકો માટે ફ્રી એન્ટ્રી (Free entry to Walkway Bridge for disabled people) આપવામાં આવશે.જેમાં એક ટીકીટનો વધુમાં વધુ 30 મિનિટ ઉપયોગ કરવામાં આવશે.

ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ કોમ્બો માટે પેકેજ ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજ બન્ને એક બીજાને અડીને આવેલા હોવાથી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા કોમ્બો પેક (Flower Park and Atal Bridge Combo Pack) જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 3થી 12 વર્ષ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 20 રૂપિયા જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 40 રૂપિયા ટીકીટ દર (Ticket rates for visits Atal Walk Way Bridge 2022) રાખવામાં આવ્યા છે.આમ પણ વિકલાંગ લોકો માટે ફ્રી પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચોરિવરફ્રન્ટ પર તૈયાર થયેલ અટલ બ્રિજ દેખાય છે કંઇક આવો, જૂઓ તસવિરો

2 દિવસમાં 30 હજાર જેટલા લોકોએ કરી મુલાકાતઅમદાવાદ સાબરમતી નદી (Ahmedabad Sabarmati River) પર તૈયાર કરવામાં આવેલા વોક વે બ્રિજ છેલ્લા ઘણા સમયથી લોકો લોકાર્પણ રાહ જોઇને બેઠા હતા. 27 ઓગસ્ટ 2022ના રોજ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ખુલ્લો મુકતાજ વોક વે બ્રિજ પર ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. બ્રિજ ખુલ્લો મુકયાના બે દિવસમાં જ અંદાજિત 30 હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી (Number of visitors Atal Bridge in two days) હતી.

ABOUT THE AUTHOR

...view details