ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનામાં હજારોના મૃત્યુ, પ્રમાણપત્ર અંગે કોર્પોરેશન મૌન

ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં હાજરો લોકોના મૃત્યુ થયા છે. જેમાં અનેક પરિવારોના ઘર પણ તૂટી ગયા છે. તો કોઈક પરિવારમાં માતા-પિતાના મૃત્યુથી બાળકો વિખુટા પડી ગયા છે. ત્યારે કોર્પોરેશન મૃત્યુના પ્રમાણપત્ર અંગે મૌન સાધ્યું છે.

કોરોનામાં હજારોના મૃત્યુ, પ્રમાણપત્ર અંગે કોર્પોરેશન મૌન
કોરોનામાં હજારોના મૃત્યુ, પ્રમાણપત્ર અંગે કોર્પોરેશન મૌન

By

Published : Sep 10, 2021, 2:04 PM IST

  • રાજ્યમાં કોરોનાએ લીધો હજારોનો ભોગ
  • કોર્પોરેશન મૃત્યુના પ્રમાણપત્રમાં કરી રહ્યું છે આંખઆડા કામ
  • જન્મ - મરણના પ્રમાણપત્ર માટે અનેક લોકો ખાઈ રહ્યા છે ધક્કા

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોનાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. ત્યારે અમદાવાદમાં પણ અનેક લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના મૃત્યુ પામેલા પરિવારજનોને સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે કોરોના થી મૃત્યુ પામ્યા પછી મૃત્યુના પ્રમાણપત્ર માટે થઈને હજુ સુધી અનેક લોકોને કોર્પોરેશનના ધકકા ખાવા પડી રહ્યા છે.

કોરોનામાં હજારોના મૃત્યુ, પ્રમાણપત્ર અંગે કોર્પોરેશન મૌન

કેવી રીતે મળે છે મૃત્યુનું પ્રમાણપત્ર

સામાન્ય રીતે અથવા તો કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને મૃત્યુના પ્રમાણપત્ર માટે થઈને કોર્પોરેશનના ધકકા ખાવા પડી રહ્યા છે. મૃત્યુના પ્રમાણપત્ર માટે થઈને મૃત્યુ પામનાર પરિવારના સભ્યના અરજદારે 21 દિવસમાં કોર્પોરેશનમાં ઓફલાઇન અરજી કરવાની હોય છે જેને અનુસંધાનમાં 21 દિવસના સમયાંતરેમાં કોર્પોરેશન દ્વારા તેની ચકાસણી કર્યા બાદ મૃત્યુનું પ્રમાણપત્ર બનાવવામાં આવતું હોય છે.

કોરોનામાં હજારોના મૃત્યુ, પ્રમાણપત્ર અંગે કોર્પોરેશન મૌન

વર્ષ દરમિયાન કેટલા પ્રમાણપત્ર ઈશ્યુ થાય છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર દિવ્યાંગ ઓઝાને જ્યારે જન્મ મરણ અંગેના પ્રમાણપત્ર માટે થઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમને આંખ આડા કાન કર્યા હતા. જેમાં વર્ષ દરમિયાન કેટલા લોકોને મૃત્યુના પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવ્યા છે. જે અંગે પણ માહિતી આપી ન હતી.

ABOUT THE AUTHOR

...view details