અમદાવાદઃ જો તમે ATM મશીનમાં પૈસા ઉપડવા જાઓ છો તો ચેતી જજો. કારણ કે, સોલા પોલીસે એવા આરોપીની (Theft at ATM machine in Sola) ધરપકડ કરી હતી કે, જે ATM મશીનમાં જઈ લોકોની નજર ચૂકવી ATM કાર્ડ પડાવી (Accused of stealing from ATM machine) તેમના ATMમાંથી પૈસા ઉપાડી લેતો હતો. આરોપીએ 15થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સાથે આરોપી પાસેથી અલગ અલગ વ્યક્તિમાં નામના ATM કાર્ડ પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો-Theft in Surat: દિવસે ચાઇનીઝ ફૂડની લારી પર કામ કરતો નેપાળી ઘરફોડ ચોર ઝડપાયો
પોલીસે ATM સેન્ટરનો દરવાજો બંધ કરી આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે આરોપી નાગજી રબારીની ધરપકડ કરી હતી. આ આરોપી નાગજી રબારી (Accused of stealing from ATM machine ) અત્યાર સુધી સોલા, નારણપુરા, ઈસનપુર, ઓઢવ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ATM કાર્ડ બદલી લોકોના રૂપિયા પડાવ્યા હતા. જોકે, ફરી એક વખત સોલા વિસ્તારમાં ચોરી કરવા જતા વોચમાં રહેલી પોલીસે ATM સેન્ટરનો દરવાજો બંધ કરી લોકોની મદદથી ઝડપી (Accused of stealing from ATM machine) પાડયો હતો. ચોર ચોરી કરતો હતો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે, આરોપી નાગજી રબારી સિનિયર સિટિઝનના હાથમાંથી ATM લઈને રૂપિયા ઉપાડવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે લોકોની મદદથી ATM સેન્ટરનું શટર બંધ કરી દેતા આરોપી ઝડપાઈ ગયો હતો.