અમદાવાદ: આગામી માસના ૫જૂનથી ૫જુલાઈ સુધી ત્રણ ગ્રહના સળંગ આવશે. જ્યોતિષ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, અભ્યાસની કેટલીક સંભાવનાઓ જોઈએ એશિયાખંડ અને દુનિયાના શેર અને કોમોડિટી બજારમાં ઉતાર ચઢાવ અનિશ્ચિત બને છે. જેથી છેતરામણીવાળી વધઘટ બજારમાં જોવા મળી શકે છે. રાજકીય પક્ષોમાં સ્થિતિ અરાજકતાવાળી જોવા મળે, સરહદ પર સ્થિતિ તંગ બની શકે છે. પ્રજા શારીરિક અને માનસિક રીતે થાકેલા કે, ઉત્સાહહીનવાળા જોવા મળે, ગરમી અને વરસાદ પર પણ અનિશ્ચિતતા વરતાય પણ ગંભીર સ્થિતિ બને નહીં, ક્યાંક કુદરતી કે, માનવ સર્જિત હોનારતની પણ સંભાવના કહી શકાય.
અમદાવાદ: 5 જૂનથી 5 જુલાઈ દરમિયાન સળંગ ત્રણ ગ્રહણ આવશે - Solar eclipse ahmedabad
આગામી માસના ૫જૂનથી ૫જુલાઈ સુધી ત્રણ ગ્રહના સળંગ આવશે. જ્યોતિષ શાસ્ત્રીના જણાવ્યા મુજબ, અભ્યાસની કેટલીક સંભાવનાઓ જોઈએ એશિયાખંડ અને દુનિયાના શેર અને કોમોડિટી બજારમાં ઉતાર ચઢાવ અનિશ્ચિત બને છે. જેથી છેતરામણીવાળી વધઘટ બજારમાં જોવા મળી શકે છે.
કેટલાક તંત્રશાસ્ત્રના વિદ્વાનો ગ્રહણને સિદ્ધ યોગ પણ કહે છે. આ દિવસે કરેલા મંત્ર જાપ અને પુણ્યકાળ દરમિયાન કરેલ દાનનો પ્રભાવ ખૂબ છે માટે ગ્રહણ સમય દરમિયાન ઘરમા એક સાફ જગ્યા પર બેસી કોઈપણ મંત્ર જાપ કરવામા આવે તો એક સારું સુરક્ષા કવચ લોકો માટે, પરિવાર માટે, ઘર માટે અને દેશ માટે બની શકે છે. જે હાલની વર્તમાન પરિસ્થિતિ અને સમય અંતરે થતા ગ્રહોના પરિવર્તન દરમિયાન સારી સુરક્ષારૂપ બની જઈ શકે છે.
આ આવનાર ત્રણ ગ્રહણને નકારાત્મક રીતે ના લઈને તેનો સકારાત્મક ઉપયોગ કરી ઘર, પરિવાર, સમાજ, દેશ, દુનિયા માટે શાંતિ, સલામતી અને ઉન્નતિ હેતુ પ્રભુ ભક્તિ કરવાનુ ઉત્તમ કાર્ય ઘરે બેસીને કરીયે અને મન મનોબળ મજબૂત કરીયે.