- ગુજરાતમાં કોરોનાની કોરોનાનો કહેર યથાવત
- અમદાવાદમાં ભયાનક પરિસ્થિતિ
- સિવિલ હોસ્પિટલ બહાર 108ની લાંબી લાઇન લાગી
અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. જેમાં દર્દીઓ સૂઈ રહ્યા છે અને હોસ્પિટલની અંદર બેડ ખાલી થવાની રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદની આ સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1200 બેડ્સ ફૂલ થઈ ચૂક્યા છે. જેના કારણે દર્દીઓને બહાર રોકી રાખવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા અસારવા સિવિલ હોસ્પિટલ ફુલ થઈ હતી અને આજે મંગળવારે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. કોરોનાની સ્થિતિ હવે ભયજનક થઈ રહી છે.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર બન્યું પાંગળુ, દર્દીઓની એમ્યુલન્સમાં જ સારવાર શરૂ કરી
સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1200 બેડ ફૂલ
અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. અમદાવાદની આ સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1200 બેડ ફૂલ થઈ ચૂક્યા છે. જેના કારણે દર્દીઓને બહાર રોકી રાખવામાં આવ્યા છે. દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. આજે મંગળવારે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. સોલા સિવિલમાં 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ હવે ભયજનક થઈ રહી છે.
ગુજરાતમાં કોરોનાના કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધ્યો
રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના પોઝિટિવ કેસ 6,000ની પાર ગયો છે. રાજ્યમાં કોવિડ-19ના 6,021 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 55 લોકોના મોત થયા છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ-સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે સુરત શહેરમાં 18 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. વડોદરામાં પણ 7 લોકોના મોત થયા છે જ્યારે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 6 લોકોના મોત થયા છે. ભરૂચ-બોટાદ-સાબરકાંઠા અને સુરતમાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આ સાથે જ 55 લોકોએ જીવ ગુમાવ્યો છે.