અમદાવાદઃ સુપ્રીમ કોર્ટની કોલેજિયને ગુજરાત હાઈકોર્ટમાં નવા ત્રણ ન્યાયાધીશની નિમણૂકને મંજૂરી આપી છે. ત્રણેય ન્યાયાધીશ કે, જેના નામ પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી છે. તેઓ ગુજરાત હાઇકોર્ટમાં વકીલના પદ પર કાર્યરત છે.
સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજ મંજૂર કર્યા - Gujarat High Court
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટમાં વધુ ત્રણ ન્યાયાધીશની નિમણૂક કરવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયને સિનિયર વકીલ વૈભવી નાણાવટી, નિરઝર દેસાઈ અને નિખિલ કેરિયરને જજ તરીકે મંજૂર કર્યા છે.
સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજ મંજૂર કર્યા
સુપ્રીમ કોર્ટની કોલેજિયને સિનિયર વકીલ વૈભવી નાણાવટી, નિરઝર દેસાઈ અને નિખિલ કેરિયરને જજ તરીકે મંજૂર કર્યા છે.
ગુજરાત હાઈકોર્ટમાં નવા ત્રણ જજોની નિમણૂકથી જજોની સંખ્યા વધીને 30ની પાર થશે. નોંધનીય છે કે ચાલુ વર્ષે જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ નિવૃત્ત થઈ ચૂક્યા છે અને આ વર્ષના અંત સુધીમાં અન્ય બે ન્યાયાધીશ નિવૃત થશે.