- રાજ્યમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ
- અમદાવાદમાં 0 કેસ નોંધાયા, 15 દર્દીઓ કોરોનાને આપી
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઘટી રહ્યા હતા અને કોરોના (Coronavirus) સંક્રમણ કાબૂ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી રહી હતી. જો કે હવે રાજ્યમાં એકવાર ફરી કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. 27 ઑક્ટોબરના પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન- બરોડા, સુરત અને રાજકોટકો ર્પોરેશન (Rajkot Corporation)માં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3- આણંદ, વલસાડ અને રાજકોટમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
3 કૉર્પોરેશનમાં નોંધાયા કોરોનાના કેસ
સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે સુરત, બરોડા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 00 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 01 દર્દીને રજા આપવામાં આવી છે.
2,49,699 નાગરિકોને વેક્સિન આપવામાં આવી