ગુજરાત

gujarat

ETV Bharat / city

વિજય રૂપાણી કરશે 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન - વિજય રૂપાણી

અમદાવાદમાં સેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વિશ્વસ્તરની સ્પોર્ટ ક્લબ બનાવવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન 2 ફેબ્રુઆરીના રોજ  મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદના મ્યુનિસિપલ ક્મિશ્નર વિજય નેહરા, મોખરાના ખેલાડીઓ અને રમત-ગમત ક્ષેત્રની વિભૂતિઓ હોજર રહેશે.

ETV BHARAT
200 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે

By

Published : Jan 31, 2020, 8:01 PM IST

અમદાવાદ: શહેરમાં 2 ફેબ્રુઆરીના રોજ મુખ્ય પ્રધાન રૂપાણી વિશ્વ સ્તરીય સ્પોર્ટ ક્લબનું ઉદ્ઘાટન કરવાના છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચિંગ આપવામાં આવશે. આ ક્લબમાં સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંખ્યાબંધ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવશે.

200 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે

આ અંગે સેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહે જણાવ્યું કે, આપણા અમદાવાદમાં વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવતી તેમજ વૈશ્વિક પરિમાણ ધરાવનારી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબની રચના કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ ક્લબ રમતોના ચાહકોને અદ્યતન સુવિધાઓ અને નિષ્ણાંતોના મારફતે તાલીમ, ખેલ ભાવના અને ચારિત્ર્ય સાથે પોતાનું ધ્યેય સાકાર કરવાની સગવડ પૂરી પાડશે.

સ્પોર્ટ ક્લબ
સ્પોર્ટ ક્લબ

આ ક્લબમાં 50 મીટરનો ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પુલ, કિડ્સ પુલ, ફૂટબોલ ફિલ્ડ, ક્રિકેટ પીચ, ટેનીસ, બેડમિન્ટન, સ્ક્વોશ, બાસ્કેટ બોલ કોટ, ટેબલ ટેનિસ અને 400 મીટર રિલે ટ્રેકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અદ્યતન સુવિધા સાથેનું જિમ્નેશિયમ, કાર્ડિયો પ્રોફેશનલ, ક્લાસીસ, સ્પોર્ટ્સ સાથે ખાસ કોચિંગ અને ટ્રેનિંગની સુવિધાનો સમાવેશ થાય છે. આ ક્લબ 6 એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને 200 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details