- કોરોનાનો કહેર યથાવત
- વસ્ત્રાપુરની તક્ષશિલા સોસાયટી સમાજ માટે ઉદાહરણ રૂપ
- સોસાયટીના કોરોના પોઝિટિવ દર્દીઓને ટિફિનની સેવા અપાઇ છે
અમદાવાદઃસંકટના સમયે પહેલો સાથી એટલે પાડોશી. આ કહેવતને સાચા અર્થોમાં ચરિતાર્થ કરવાનું કામ વસ્ત્રાપુરમાં આવેલી તક્ષશિલા સોસાયટીના લોકોએ કર્યું છે. આ સોસાયટીના લોકો જે ઘરમાં મહિલા કોરોના પોઝિટિવ આવે તેમના ઘરના દરેક સભ્યને ઘરે બનાવેલું ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય સામાન્ય રીતે જે ઘરમાં કોરોના પોઝિટિવ આવે છે તે પરિવારની સમસ્યાને કેટલેક અંશે ઘટાડી તેમને મદદ કરી શકાય તે માટેનો છે. જેથી પરિવાર અન્ય જરૂરિયાતને છોડી માત્ર પોતાના અને કુટુંબીજનોના આરોગ્ય ઉપર ધ્યાન આપી શકે. આ સોસાયટીમાં 350થી પણ વધુ ફ્લેટ્સ છે અને અત્યાર સુધી 40થી વધુ ઘરોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ ડીસામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને જમવામાં તકલીફ ન પડે તે માટે યુવાનો દ્વારા ટિફિન સેવા શરૂ
કઈ રીતે પહેલની થઇ શરૂઆત
બોડકદેવના કાઉન્સીલડ દેવાંગ દાણીએ સોસાયટીના ચેરમેન સાથે વાત કરી તેમના સોસાયટીમાં આવતા કોરોના પોઝિટિવ દર્દીની મદદ કરવાની સલાહ આપી. આ સલાહનું પાલન સોસાયટીના ચેરમેન અને બાકી અન્ય સભ્યોએ શરૂ કર્યું. તેમણે સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખ્યો કે જે પરિવારમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે જમવાની વ્યવસ્થા કરવાની જરૂર નથી અને સોસાયટીના લોકો તેમણે વ્હારે ઉભા છે. જે ઘરમાં પણ પોઝિટિવ આવ્યા હોય તેઓ વોટ્સએપ ગ્રુપમાં પોતાના પરિવારની ડિટેઇલ આપે છે.