- માંડલ તાલુકામાં મામલતદાર કચેરીમાં ઓનલાઈન સેવાઓ બંધ
- BSNLનુ જોડાણ અવરોધિત થતા સમસ્યા સર્જાય
- મામલતદાર કચેરીમાં લોકોનાં અનેક કામો અટવાયા
અમદાવાદઃજિલ્લાના માંડલ તાલુકામાં મામલતદાર કચેરીમાં છેલ્લા દસેક દિવસથી ઓનલાઈન સેવાઓ બંધ છે. વિરમગામ માંડલ રોડની નીચે કેબલો કપાઈ ગયા છે. આ બાબતે મામલતદાર કચેરીમાંથી BSNL તંત્રમાં પણ રજૂઆત કરી છે. કચેરી દ્વારા રજૂઆત છતાં BSNLના કર્મચારીઓ આંખ આડા કાન કરે છે. પ્રજા પણ આ સમસ્યાને કારણે પીડાય રહી છે.
આ પણ વાંચોઃકામરેજમાં માટી ધસી પડતાં BSNLના ચાર કર્મચારીઓ દબાયા
સેવા ઠપ્પ થતા મામલતદાર કચેરીમાં કામગીરી અટકાય
મામલતદાર કચેરીમાં ચાલતી સબ રજીસ્ટાર કચેરીમાં આવતા અરજદારો અને વકીલ દસ્તાવેજોની નોંધણી કરાવ્યા વગર પાછા જવું પડે છે તો બીજી બાજુ વિધવા સહાય, વૃધ્ધા સહાય, પેન્શનરોના હુકમ ઓર્ડરો કરવા, 7/12 8અના ઉતારા, જનસેવાની કામગીરી, રેકડ એન્ટ્રીઓ, રેશનકાર્ડ તમામ કામગીરી મંડલ મામલતદાર કચેરીમાં ખોરંભે ચડી છે.
આ પણ વાંચોઃસતલાસણા મામલતદાર કચેરીના ગેરહાજર કર્મચારીઓને નોટિસ ફટકારાઈ
BSNL જોડાણશરૂ કરવામાં નથી આવ્યું
માંડલ મામતલદાર કચેરીની એક માત્ર સમસ્યા BSNL જોડાણ આ કપાયેલા કેબલો શોધીને રીપેરીંગ કરીને નેટ શરૂ કરી દેવામાં આવે તો માંડલ મામલતદાર કચેરીમાં અટકાયેલા કામો ફરી પાછા શરૂ થઈ શકે. મામલતદાર કચેરીમાંથી તંત્રમાં રજૂઆત કરાઈ છે તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીમાં ઓનલાઇન સેવા ઠપ્પ હોવાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.