ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ શહેરમાં કોવિડ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે: કલેકટર સંદીપ સાગલે

અમદાવાદ જિલ્લામાં શહેર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં કેસ ઓછા છે. કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, કોવિડની પરિસ્થિતિમાં વધુમાં વધુ ધન્વંતરી રથ ફિલ્ડમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસને પણ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે જોવા આદેશ આપવામાં આવ્યા છે.

ahmedabad
ahmedabad

By

Published : Mar 19, 2021, 1:34 PM IST

  • અમદાવાદમાં દૈનિક કોરોનાના કેસ 300ની નજીક
  • અમદાવાદમાં કોવિડ ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ
  • બગીચા અને સ્વિમિંગ પુલ બંધ

અમદાવાદ:ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ 1000ની પાર પહોંચ્યા છે. અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસ 300ની નજીક પહોંચ્યા છે. ત્યારે કોરોનાને અંકુશમાં લેવા તંત્ર દ્વારા સખત પગલા લેવાનું શરૂ કરાયું છે. અમદાવાદમાં રાત્રી કર્ફયુનો સમય વધારીને સવારના 9થી 6 કલાક સુધીનો કરાયો છે. સ્વિમિંગ પુલ અને ગાર્ડન બંધ કરવામાં આવ્યા છે. દર શનિ-રવીવારે મોલ્સ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોવિડ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે: કલેકટર સંદીપ સાગલે

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં કેસ ઓછા

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં શહેર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં કેસ ઓછા છે. અમદાવાદ શહેરમાં કોવિડ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. કોરોના પોઝિટિવ વ્યક્તિઓને જલ્દી ઓળખીને અલગ કરી શકાય. તેમને આઇસોલેટ કરી શકાય. અને અન્ય સંભવિત પોઝિટિવ દર્દીઓને ટ્રેસ કરી શકાય.

આ પણ વાંચો:ચૂંટણી પછી વકરતો કોરોના, જવાબદાર કોણ ?

હિસ્ટ્રી ચેક કરવા 'ઇતિહાસ પોર્ટલ'નો ઉપયોગ

જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, પોઝિટિવ વ્યક્તિઓની હિસ્ટ્રી ઇતિહાસ પોર્ટલ પરથી જાણી શકાય છે. કોવિડની પરિસ્થિતિમાં વધુમાં વધુ ધન્વંતરી રથ ફિલ્ડમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસને પણ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે જોવા આદેશ આપવામાં આવ્યા છે.

વેક્સિનેશન વધારાયું

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વેક્સિનેશનના સેન્ટર 91થી વધારીને 174 કરવામાં આવ્યા છે. 60 વર્ષથી ઉપરના વધુમાં વધુ લોકો વેક્સિન મેળવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જયારે 45-59 વર્ષના વ્યક્તિઓ જે કોમોરબીડીટીથી પીડાતા નાગરિકોને તેમના રહેણાંક નજીકમાં જ વેક્સિન મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો:કોરોના કેસ વધતા અમદાવાદ મનપાએ લીધેલા અણઘડ નિર્ણયથી નાગરિકો પરેશાન

અમદાવાદીઓને કલેકટરનો સંદેશ

જિલ્લા કલેકટરે અમદાવાદના લોકોને સંદેશ આપ્યો હતો કે, નાગરિકોએ કોવિડ SOPનું પાલન કરવું જોઈએ. તમામ લાભાર્થીઓએ વેક્સિન લેવી જોઈએ. વેક્સિન સુરક્ષિત અને કોરોનાથી બચવાનું અચૂક સાધન છે.

ABOUT THE AUTHOR

...view details