ગુજરાત

gujarat

ETV Bharat / city

આગામી પાંચ દિવસ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ, રાજ્યમાં 21 તારીખથી ચોમાસાનો પ્રારંભ - વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે ચોમાસાનો ક્યારે પ્રારંભ થશે તેની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. હવે વધુ લાંબો સમય ચોમાસાની રાહ જોવી પડે તેની સંભાવના નહિવત્ છે. ગુજરાતમાં 21 જૂનની આસપાસથી ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નૈઋત્યના ચોમાસાનો દક્ષિણ ગુજરાતથી પ્રારંભ થશે.

આગામી પાંચ દિવસ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ,રાજ્યમાં 21 તારીખથી ચોમાસાનો પ્રારંભ
આગામી પાંચ દિવસ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ,રાજ્યમાં 21 તારીખથી ચોમાસાનો પ્રારંભ

By

Published : Jun 6, 2020, 6:46 PM IST

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં જૂનના ત્રીજાથી ચોથા સપ્તાહમાં મેઘરાજાનું વિધિવત્ આગમન થશે. નૈઋત્યના ચોમાસાનો ૧ જૂનથી કેરળમાં પ્રારંભ થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'મધ્ય અરેબિયન સમુદ્રમાં કર્ણાટક-તામિલનાડુ-પુડુચેરી-કેરલ તરફ નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. તે હવે આગામી બે દિવસમાં પશ્ચિમમધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.

ગુજરાતમાં આ વખતે ચોમાસું સાનુકૂળ રહે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયાં ઝાપટાં પડશે. આગામી પાંચ દિવસ જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ડાંગ, તાપી,નર્મદા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢનો મુખ્યત્વે સમાવેશ થાય છે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની સંભાવના રહેશે.

આગામી પાંચ દિવસ પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ,રાજ્યમાં 21 તારીખથી ચોમાસાનો પ્રારંભ


ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી તેમજ અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટ, કચ્છમાં વરસાદ પડી શકે છે. વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદે આગમન કર્યું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદ સાથે અહી ભારે પવન જોવા મળ્યો છે. સાથે જ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

સમગ્ર રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તેવામાં કાલે સાંજે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અમદાવાદમાં ભારે પવન ધમાકેદાર વરસાદ તૂટી પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details