ગુજરાત

gujarat

ETV Bharat / city

આગામી 14 દિવસ શહેર માટે મહત્વના છે: મ્યુનિ.કમિશનર વિજય નહેરા

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે આગામી 14 દિવસ છે જેનો ઉપયોગ સારી રીતે કરીશું તો આપણે 14 દિવસમાં આ વાયરસને હરાવીશું તો ઠીક છે નહીં તો પછી મહિનાઓ સુધી કોરોના સામે લડવું પડશે.

આગામી 14 દિવસ શહેર માટે મહત્વના છે:  મ્યુનિ.કમિશનર વિજય નહેરા
આગામી 14 દિવસ શહેર માટે મહત્વના છે: મ્યુનિ.કમિશનર વિજય નહેરા

By

Published : Apr 20, 2020, 3:03 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતુ કે, કોરોના વાયરસ સામે લડાઈ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હોસ્પિટલ તૈયાર કરવામાં આવી. વૈશ્વિક લેવલની હોસ્પિટલ તૈયાર કરાઈ. કોઈએ ડરવાની જરૂર નથી મનપા તમારા માટે કામ કરી રહ્યુ છે પણ નાગરિકોનો સાથ સહકાર મળશે તો આપણે ટુંક જ સમયમાં આ વાયરસને હરાવી દઈશું. દરેક અમદાવાદીને હું કહું છું કે સંપુર્ણ લૉક ડાઉન કરો. 14 દિવસ છે જેનો ઉપયોગ સારી રીતે કરીશું તો આપણે 14 દિવસમાં આ વાયરસને હરાવીશું તો ઠીક છે નહીં તો પછી મહિનાઓ સુધી કોરોના સામે લડવું પડશે.

1077 પોઝિટિવ કેસ હતા જેમાં 91 કેસ નવા આવ્યા છે. 1168 કેસ થયા છે. 23થી 24 તારીખે સાજા થવાની સંખ્યા વધશે. લેબોરેટરીમાં 1828 જેમાંથી 228 પોઝિટિવ, 12,675 જેમાંથી 940 કેસ પોઝિટિવ કુલ કેસ 14530 ટેસ્ટ થયા છે. જાપાનમાં પર મિલિયન ટેસ્ટથી પણ વધુ ટેસ્ટ આપણે કરી ચુક્યા છીએ. એગ્રેસીવ ટેસ્ટિંગથી જ આપણે વાયરસને હરાવી શકીશું.

રેપિડ ટેસ્ટની કીટ આપણી પાસે આવી ગઈ છે. અને ગઈકાલથી જ ટેસ્ટ શરૂ કરાયા છે. 264 ટેસ્ટ કરવામાં આવ્યાં જેમાંથી 8 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. આ લોકોના ટેસ્ટ કરાશે. કે આ લોકોમાં વાયરસ છે કે તે જીતી ચૂક્યાં છે.

જે વ્યક્તિ રોજગાર અથવા બીજા કોઈ કારણોથી હજારો લોકોના સંપર્કમાં આવે છે. જેમાં કરિયાણા, મેડિકલ સ્ટોર્સ, કચરો એકઠો કરનારાં, શાકભાજી વેચનારા છે.7 ઝોનના 48 વોર્ડમાં વહેલી સવારથી સુપર સ્પ્રેડર્સનો સર્વે કરવામાં આવ્યો છે. તેમને માસ્ક પહેરવું, સેનેટાઈઝર ઉપયોગ કરવો વગેરે કહેવાયું છે અને જે શંકાસ્પદ લોકો સામે આવેશે તેમના ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદનો એક પણ ખુણો કે એક પણ સમૂહ તપાસ વગરનો ન રહી જાય તે જોવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details