ગત 20મી માર્ચના રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સ્પેશયલ SIT જજ એચ.સી વોરાએ યાકુબ પાટલિયાને સાબરમતી એકસપ્રેસની S6 બોગ્ગી પર પથ્થરમારો અને ટ્રેન સળગાવવામાં ઉપયોગી 140 લીટર પેટ્રોલ પુરુ પાડવાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. પાટલિયાની 16 વર્ષ બાદ જાન્યુઆરી 2018માં ગોધરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પાટલિયાના કેસની સુનાવણી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કરવામાં આવી હતી.
ગોધરા સાબરમતી એક્સપ્રેસકાંડના આરોપી યાકુબ પાટલિયાની સજાને પડકારતી અરજી હાઈકોર્ટે માન્ય રાખી - SIT
અમદાવાદ: વર્ષ 2002 ગોધરાકાંડ સાબરમતી એક્સપ્રેસકાંડના મુખ્ય આરોપી યાકુબ પાટલિયાએ સ્પેશયલ SIT કોર્ટના આજીવન કેદની સજાના ચુકાદાને પડકરાતી રિટને હર્ષા દેવાણી અને વી.બી.મયાણીની ડિવિઝન બેન્ચે માન્ય રાખી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 1 માર્ચ 2011ના રોજ આ કેસમા ંસ્પેશિયલ SIT કોર્ટે 31 લોકોને દોષિત જાહેર કર્યા હતા. જેમાં 11ને ફાંસી અને 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 આરોપીઓને ફટકરાવામાં આવેલી ફાંસીની સજાને આજીવન કેદની સજામાં તબ્દીલ કરી હતી.
27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એકસપ્રેસની બોગ્ગી નં S6 પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હતી. જેમાં અયોધ્યાથી અમદાવાદ જતાં 59 કાર-સેવકોના મોત નીપજ્યાં હતા. પાટલિયા પર ટ્રેન પર પથ્થરમારો અને સળગાવવા માટે પેટ્રોલ પુરુ પાડી ગુનામાં મદદગારી કરવાનો ગુનો દાખલ થયો હતો.