અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોનફરન્સથી સુનાવણી દરમિયાન સિગરેટ પીવાના કેસમાં મંગળવારે એડવોકેટ તરફે માફીનામું રજૂ કરાતા કોર્ટે તેનો સ્વીકાર કર્યો છે અને વકીલ સામે કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ કર્યો છે.
વીડિયો કોન્ફેરેન્સમાં સિગરેટ પીનારા એડવોકેટને હાઇકોર્ટે માફ કર્યા
ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કોનફરન્સથી સુનાવણી દરમિયાન સિગરેટ પીવાના કેસમાં મંગળવારે એડવોકેટ તરફે માફીનામું રજૂ કરાતા કોર્ટે તેનો સ્વીકાર કર્યો છે અને વકીલ સામે કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ કર્યો છે.
વીડિયો કોન્ફેરેન્સમાં સિગરેટ પીનારા એડવોકેટને હાઇકોર્ટે માફ કર્યા
ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જે.વી.અજમેરા સામે કાર્યવાહી કરવાના આદેશને રદ જાહેર કર્યો છે. કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, વકીલાત જેન્ટલમેનનો વ્યવસાય છે અને તેની ગરિમાને હાની ન પહોંચે તેનું બધાએ ધ્યાન રાખવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, લગભગ 10 દિવસ પહેલા એક જામીન અરજીની વીડિયો કોન્ફરન્સથી સુનાવણી દરમિયાન એડવોકેટે સીગરેટ પીતા કોર્ટે તેમને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને રજિસ્ટ્રીને તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.