ગાંધીનગર: રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનું મરજીયાત કર્યું હતું, પરંતુ જ્યારે હાઇકોર્ટમાં આ સમગ્ર વાત પહોંચી ત્યારે રાજ્ય સરકારના સરકારી વકીલે હાઇકોર્ટમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે હેલ્મેટ ફરજિયાત કરવા માટે કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત જ છે.
હેલ્મેટનો મુદ્દો કોર્ટમાં છે, તે વિશે બોલવું યોગ્ય નથી: CM રૂપાણી - વિજય રૂપાણી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 4 ડિસેમ્બર યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મહાનગરપાલિકા, કોર્પોરેશન સહિત તમામ જગ્યાએ હેલ્મેટમાં મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ આ બાબતે હાઇકોર્ટમાં પિટિશન થતાં રાજ્ય સરકારના સરકારી વકીલે હાઈકોર્ટમાં જવાબ આપ્યો હતો કે, રાજ્ય સરકારે હેલ્મેટ ફરજિયાત કર્યું જ નથી.
હેલ્મેટ મુદ્દો કોર્ટમાં છે, બોલવું યોગ્ય નથી: CM રૂપાણી
આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, હેલ્મેટનો મુદ્દો અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે. જેથી આ અંગે કોઈ પ્રકારની ટિપ્પણી કરી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેન્દ્રના સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા પણ રાજ્ય સરકારને પત્ર લખીને હેલ્મેટ ફરજિયાત કેમ કર્યો, તે અંગેનો જવાબ માગવામાં આવ્યો હતો અને હવે હાઈકોર્ટમાં પણ સરકારે હેલ્મેટ ફરજિયાત હોવાનું જ નિવેદન આપતા સરકાર ફરીથી ભરાઈ હોય તેવું લાગી રહ્યું છે.