ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેડૂતોએ પ્રશ્નોના કાયમી નિરાકરણ મુદ્દે અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું - બળજબરીપૂર્વક

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. પાકવીમા, પાણીની સમસ્યા વગેરે જેવા કાયમી પ્રશ્નોનું લાંબા સમય બાદ પણ નિરાકરણ આવ્યું નથી. જે કારણે રાજ્યભરના ખેડૂત સંગઠનો અમદાવાદ ખાતે ભેગા થયા હતા. જે બાદ તેમને આ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને પોતાની સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી.

Ahmedabad District Collector
Ahmedabad District Collector

By

Published : Sep 9, 2020, 7:22 PM IST

અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને લઈને પાક વીમાની રકમ તાત્કાલિક મળી રહે તે માટે બુધવારે ખેડૂત સંગઠનોએ એકઠા થઈને અમદાવાદ જિલ્લા કલેક્ટરને પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના જુદા-જુદા જિલ્લાના ખેડૂતો અમદાવાદ આવ્યા હતા.

આવેદનપત્ર

ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાની અરજી નાયબ જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ખેડૂત સંગઠનોએ જુદી-જુદી માગો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ મૂકવામાં આવે તે માટે કલેક્ટર કચેરીએ રૂબરૂ આવીને આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્યભરના ખેડૂત સંગઠનો અમદાવાદ ખાતે ભેગા થયા

આ આવેદનમાં નવી કૃષિ નીતિ બનાવવામાં આવે અને કૃષિ બજેટની 50 ટકા રકમ ખેડૂતોહિતમાં ફાળવવામાં આવે તેવી માગ કરી છે. દેશમાં અને રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યા બાબતે સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ ઝડપી ન્યાયની પ્રક્રિયા પૂરી કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.

પાકવીમા, પાણીની સમસ્યા વગેરે જેવા કાયમી પ્રશ્નોનું લાંબા સમયને કારણે નિરાકરણ આવ્યું નથી

કુદરતી આપત્તિ, ટેકાના ભાવ, ફુગાવો ખેડૂતોએ ખેતી માટે કરેલા દેવા વગેરે મુદ્દે જે સરકારી યોજનાઓ છે, તેનો લાભ ખેડૂતોને સમયસર મળે તેવી રજૂઆત ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 2016 થી કેટલાય ખેડૂતોને નાણા ચૂકવવાના બાકી છે. ત્યારે વીમાના નાણા વ્યાજ સાથે બાકી રહેલા ખેડૂતોને ચૂકવવામાં આવે, તેમજ કૃષિ યુનિવર્સિટીઓનું ખાનગીકરણ બંધ કરવામાં આવે, તેવા મુદ્દાઓ આ અરજીમાં સામેલ છે.

ખેડૂતોએ પ્રશ્નોના કાયમી નિરાકરણ મુદ્દે અમદાવાદ જિલ્લા કલેકટરને અપાયું આવેદન

ઉલ્લેખનીય છે કે, મેટ્રો પ્રોજેક્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પણ જમીન સંપાદન અંગે અનેક વિવાદો થયા છે. ત્યારે ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક સંપાદન કરવામાં ન આવે, તે મુદ્દાને લઈને નિયમો બનાવવામાં આવે તેવી માંગ ખેડૂત સંગઠનો દ્વારા કરાઈ છે. એટલે કે, ખેડૂતોના તમામ મુદ્દાઓને લઈને એક આવેદનપત્ર અમદાવાદ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું છે, જેની રજૂઆત ઉચ્ચકક્ષાએ થાય તેવી ખેડૂત સંગઠનોની માગ છે.

ખેડૂતોના પડતર પ્રશ્નો...

કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ અટકાવવા સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપાયું

જામનગર: કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ અટકાવવા માટે સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેકટરને જામનગર સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવેદન પાઠવી કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ થતું અટકાવવા માટે જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.

ખેડૂત એકતા મંચે નુકસાની અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી

સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારની SDRFની નુકસાની અંગેની ગાઈડલાઈન મુજબ જિલ્લાના પાંચ તાલુકાઓમાં 33 ટકાથી વધુ નુકસાન હોવા છતા સર્વે કરવામાં આવ્યો નથી. જેથી ખેડૂત એકતા મંચના હોદ્દાદારો અને તમામ તાલુકાના ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.

ડાંગ BTS પ્રમુખ દ્વારા નર્મદા આદિવાસીઓની જમીન સંપાદન મુદ્દે ન્યાયની અરજી કરાઇ

ડાંગઃ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના 6 જેટલા ગામના આદિવાસી સમાજની જમીનોને વિકાસના નામે લોકડાઉનની આડમાં સરકાર દ્વારા ભોળા અને આદિવાસીઓ ઉપર પોલીસ ખાતા દ્વારા દમન ગુજારી સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે સંપાદન અટકાવવા બાબતે ભીલીસ્થાન ટાઈગર સેના ડાંગ દ્વારા ડાંગ કલેકટર અને રાજ્યપાલને સંબોધીને અરજ ગુજારી ન્યાયની માંગણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details