- ઈમરાન ખેડાવાલાએ રાજીનામું ખેચ્યું પરત
- સોમવારે આપ્યું હતું રાજીનામું
- સિનિયર નેતાઓ સાથે નાસ્તો કર્યા બાદ ડ્રામાનો આવ્યો અંત
અમદાવાદઃ કોંગ્રેસના ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની હાજરીમાં તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા બેહરામપુરા વોર્ડમાં 4 ઉમેદવાર નક્કી થતાં તેમણે ઉમેદવારી પત્રક ભરી નાખ્યા હતા. આ પછી કોંગ્રેસે વધુ 2 ઉમેદવારને મેન્ડેટ આપતા તેમણે પણ ફોર્મ ભર્યા હતા. જેથી નારાજ થયેલા ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાનસભાના અધ્યક્ષને પણ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડાવાલાની હાજરીમાં બહેરામપુરાના કમરૂદ્દીન પઠાણ તસ્લિમઆલમ તીરમીજી, કમળા ચાવડા, નાઝીમા રંગરેજની ઉમેદવારી નક્કી થતા તેમને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જેને આધારે તેમણે શનિવારે ઉમેદવારીપત્ર ભર્યા હતા. આ પછી એકાએક બીજા 2 રફીક શેઠજી અને શાહજાબાનુ અંસાલીને મેન્ડેટ મળતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. એક વોર્ડમાં 4ને બદલે 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાથી ખેડાવાલાએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષે પાછળથી નક્કી કરાયેલા 2 ઉમેદવારને રદ કરવાની માગ કરી હતી. જે અંગે થઈ ખેડાવાલા અને પક્ષ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો નાટ્યાત્મક આવ્યો અંત કોંગ્રેસમાં કકળાટનો આવ્યો અંત
ગુજરાત કોંગ્રેસમાં કકળાટનો હાલમાં અંત આવ્યો છે. ઉમેદવારની ટિકિટને લઈને નારાજ થયેલા ઈમરાન ખેડાવાલાના સમગ્ર નાટ્યાત્મક નારાજગીના દોડનો આખરે અંત આવ્યો છે. ઈમરાન ખેડાવાલા પક્ષ સાથે મળીને ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજીનામું પરત ખેંચ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મારી નારાજગીને લઇને હાઇકમાન્ડ સાથે વાતચીત થઈ હતી. મને પક્ષે વિશ્વાસ અપાવ્યો હતો. મારી વાતને ધ્યાને પણ લેવામાં આવી હતી. જો કે, સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખેડાવાલાએ એક આખું ઢોંગી નાટક રચ્યું છે. કારણ કે, ટિકિટને લઈને નારાજ થયેલા ઉમેદવારોએ અલગ-અલગ વોર્ડમાં વિરોધ નોંધાવ્યો હતો. જેને તાળી પાડવા માટે થઇને કોંગ્રેસ પાર્ટીએ એક આખું ઢોંગી નાટક બનાવ્યું અને ત્યારબાદ ઈમરાન ખેડાવાલા જેવા ધારાસભ્ય પક્ષથી નારાજ થયા અને રાજીનામું આપ્યું તેવું દર્શાવી અને પક્ષ સાથે રહી કામ કરવાનું એક બેઠક થઈ અને રાજીનામું પરત ખેંચ્યું તેનો સીધો અર્થ એવું બતાવી રહ્યું છે કે પક્ષ એક પરિવાર સમાન છે. જેમાં નાની-મોટી નારાજગી ઊભી થતી રહેતી હોય છે. પરંતુ તેનો ફાયદો અન્ય પક્ષ અથવા અન્ય સંગઠન ન ઉપાડે તેનું ધ્યાન રાખવું ખુબ જરૂરી હોતું હોય છે. પક્ષમાં નારાજ થયા બાદ નેતાઓને સમગ્ર બાબત ગણાવી અને તેનો ઉકેલ મેળવી અને પક્ષમાં સાથે મળીને કેવી રીતે કામ કરવું અને પક્ષને કેવી રીતે મજબૂત બનાવવો તે સિદ્ધાંત દર્શાવવા માટે થઈને આખું ઢોંગી નાટક રચાયો હોય તેવું સૂત્રો કહી રહ્યા છે.