- IIM અમદાવાદ ખાતે લુઇસ કાહને ડિઝાઇન કરેલા 14 ડોર્મ તોડી પડાશે
- મેનેજમેન્ટ સંસ્થા IIMના નિર્માણમાં પૂર્વ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનો ફાળો
- ઇમારતો 1960 માં નિર્માણ પામી હતી
અમદાવાદઃ શહેરમાં આવેલી સુપ્રસિદ્ધ મેનેજમેન્ટ સંસ્થા IIMના નિર્માણમાં પૂર્વ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનો ફાળો છે. IIM ની ડિઝાઇનમાં પ્રસિદ્ધ અમેરિકન સ્થપિત લુઈસ કાહન દ્વારા ડિઝાઇન કરેલી ઇમારતો આવેલી છે. આ ઇમારતો 1960 માં નિર્માણ પામી હતી. ત્યારે સમયના માર અને 2001 ના ભૂકંપ તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવના કારણે લુઈસ કાહન દ્વારા નિર્મિત આ ઇમારતો/ડોર્મ જર્જરિત બની છે. ત્યારે તેને તોડી પાડવાનો નિર્ણય IIM દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, ફરી તે જ ડિઝાઇન પ્રમાણે સ્થાપત્ય ઉભું કરાશે. આ માટે વિદેશના સ્થાપીતોની સલાહ લેવામાં આવશે.
કુલ 14 ડોર્મ તોડી પાડવાનો નિર્ણય