- LICએ ગુજરાત હાઇકોર્ટમાં કરી અપીલ
- LICના સ્ટાફને ચૂંટણીની કામગીરીથી બાકાત રાખવા કરી અરજી
- હાઇકોર્ટે ચૂંટણીપંચને ફટકારી નોટિસ
અમદાવાદઃ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના સ્ટાફને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ ઉપર રાખવાના રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારના વકીલે હાઇકોર્ટ સમક્ષ રજૂઅત કરી હતી કે, જો લાઈફ ઇન્સ્યોરન્સના સ્ટાફને ચૂંટણીના કામોમાં લગાડવામાં આવશે તો LICનું કામ અટકી પડશે. વળી ચૂંટણી પંચને આવો કોઈ જ અધિકાર ન હોવાથી ગેરબંધારણીય નિર્ણયને રદ કરવો જોઈએ.