શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 દર્દીઓના મોત થયા હતાં. આ હોસ્પિટલના સંચાલક જામીન પર મુક્ત થયાં છે. ગુરુવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતના જામીન 15 હજારના પર્સનલ બોન્ડ પર મંજૂર કર્યા છે.
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યા
અમદાવાદઃ આ કેસમાં ચાર દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેના ૨૪ કલાકમાં મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતને રિમાન્ડ માટે જજના ઘરે રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખતાં આરોપીને ૧૫ હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યાં છે.