ગુજરાત

gujarat

ETV Bharat / city

નારણપુરામાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપની એક બેઠક પર જીત નિશ્ચિત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે નારણપુરા વોર્ડથી બક્ષીપંચ માટેની રિઝર્વ બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચી લીધું છે. જેના કારણે ભાજપના ઉમેદવાર બિન્દા સુરતીને આ બેઠક પર ચૂંટણી અગાઉ જ જીત મળી છે.

નારણપુરામાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપની એક બેઠક પર જીત નિશ્ચિત
નારણપુરામાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપની એક બેઠક પર જીત નિશ્ચિત

By

Published : Feb 9, 2021, 8:39 PM IST

  • કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
  • કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપની એક બેઠક પર જીત
  • બક્ષીપંચની રિઝર્વ બેઠક પર ભાજપની જીત
  • આપના ઉમેદવારનું ફોર્મ થયું રદ

અમદાવાદઃ નારણપુરા વોર્ડની બક્ષીપંચની રિઝર્વ બેઠક પર કોંગ્રેસે ચંદ્રિકા રાવળને ટિકિટ આપી હતી. આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે નારણપુરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવળે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. જેના લીધે આ બેઠક પર એક માત્ર ભાજપના બિન્દા સુરતી જ ઉમેદવાર છે. જે ચૂંટણી થયા અગાઉ જ બિનહરીફ થયા છે.

ભાજપે 1 બેઠક જીતી કોંગ્રેસે 1 ગુમાવી

કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે, ત્યારે વિવાદની આ સ્થિતિમાં કોંગ્રેસ ફરી એક વખત ઊંઘતી ઝડપાઈ છે. અમદાવાદમાં ઉમેદવાર પસંદગી સમયે કોંગ્રેસે પોતાના ઉમેદવારો પાસે પક્ષ પલટો ન કરવાના સોગંદનામા કરાવ્યાં હતા. આમ છતાં મહિલા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે. જેના કારણે ભાજપને એક બેઠકમાં જીત મળી છે, જ્યારે કોંગ્રેસે આ બેઠક ગુમાવી છે.

ABOUT THE AUTHOR

...view details