- બાપુનગરમાં આવેલી રઘુનાથ હિન્દી મીડીયમ સ્કૂલમાં ( Raghunath Hindi School ) શિક્ષકોનો હોબાળો
- ટ્રસ્ટીના પુત્ર ચેતન યાદવે નશાની હાલતમાં ટીચરો સાથે બબાલ કરી ગેરવર્તન કર્યું
- પોલીસે પ્રોહીબિશનનો ગુનો ( Prohibition case ) નોંધવાની તજવીજ હાથ ધરી
અમદાવાદઃ અમદાવાદ પૂર્વના બાપુનગર વિસ્તારની રઘુનાથ હિન્દી સ્કૂલમાં ( Raghunath Hindi School ) હોબાળા મામલે શિક્ષકોનો આક્ષેપ છે કે ટ્ર્સ્ટીનો પુત્ર ચેતન યાદવ કોઈ હોદ્દા પર ન હોવા છતાંય ગેરકાયદે શાળામાં જ પડ્યોપાથર્યો રહે છે અને અવારનવાર ધમકીઓ આપી બબાલ કરી મહિલા શિક્ષકો સાથે ગેરવર્તન કરે છે. આ મુદ્દે ટ્રસ્ટીને પણ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં પુત્ર સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.
આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો મળ્યા નથી