ગુજરાત

gujarat

Swadhinta Sangram Book : કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન મીનાક્ષી લેખીએ વિમોચિત કરેલું આ પુસ્તક છે મહામૂલું

By

Published : Jul 9, 2022, 10:00 PM IST

સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં અત્યારે દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી (Celebrating 75 years of independence) ચાલી રહી છે. ત્યારે હિન્દુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન (Seva Foundation) દ્વારા 75 સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્યની (75 heroes of the freedom struggle) ઉજવણી કરતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખી (Union Minister of Culture Meenakshi lekhi ) હાજર રહ્યાં હતાં.

Swadhinta Sangram Book :  કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન મીનાક્ષી લેખીએ વિમોચિત કરેલું આ પુસ્તક છે મહામૂલું
Swadhinta Sangram Book : કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન મીનાક્ષી લેખીએ વિમોચિત કરેલું આ પુસ્તક છે મહામૂલું

અમદાવાદ- દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા સ્વતંત્રતાસેનાનીઓને યાદ કરવાના હેતુથી ભારતભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગર્ત વિવિધ કાર્યક્રમો આયોજિત થયાં છે. એ શૃંખલામાં આજે અમદાવાદમાં કેન્દ્રીયપ્રધાન મીનાક્ષી લેખીના(Union Minister of Culture Meenakshi lekhi ) હસ્તે સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો પુસ્તક (Celebrating 75 years of independence) વિમોચન યોજાયું હતું. મહત્વનું છે કે સ્વાધીનતા સંગ્રામના 75 શૂુરવીરો શીર્ષક ધરાવતું આ પુસ્તક 75 સ્વાતંત્ર સેનાઓની (75 heroes of the freedom struggle) વીરતાની ગાથા વર્ણવે છે અને દેશ માટે તેમના દ્વારા જે બલિદાન આપવામાં આવ્યું છે તેની કથાને આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે.

સ્વાધીનતા સંગ્રામના 75 શૂુરવીરો શીર્ષક ધરાવતું આ પુસ્તક છે

નામીઅનામી શહીદોની કથા - દેશને આઝાદી અપાવવા માટે થઈને અનેક નામીઅનામી શહીદોએ પોતાના ભારત દેશ માટે થઈને બલિદાન આપી દીધું હતું. એવા કંઈ કેટલાયે નામી અનામી સેનાની હશે જેને આપણે હજુ પણ ઇતિહાસના પાનાંઓમાં ગોતી શકતા નથી તેવા તમામ સ્વતંત્ર સેનાઓનીને આ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યાં છે. કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન મીનાક્ષી લેખીએ બુક લોન્ચના (Union Minister of Culture Meenakshi lekhi ) અવસરે જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષે આ શૂરવીરોની બૂક (75 heroes of the freedom struggle) લોન્ચ કરવામાં આવી છે તેમાં એવા શૂરવીરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેની ઘણાં બધાં લોકોને ખબર નથી. 1857ના પહેલાં પણ મહિલાઓએ અને 1857 પછી પણ લોકોએ દેશ માટે કામ કર્યું છે.

આ પણ વાંચો- આઝાદીના 75 વર્ષ 2 ભાઈઓનું થયું મિલન ને પછી થયું એવું....

દેશના ઇતિહાસની જાણ હોવી જોઇએ-મીનાક્ષી લેખીએ વધુમાં જણાવ્યું હતું કે આઠ વર્ષના બાળકથી લઈને 72 વર્ષના સ્વાતંત્રસેનાનીઓનો ઉલ્લેખ બૂકમાં કરવામાં આવ્યો છે. આપણે રહીએ કે ન રહીએ. પરંતુ દેશ હંમેશાં રહે(Union Minister of Culture Meenakshi lekhi ) વો જોઈએ એવી ભાવનાથી જો દેશ સેવા માટે કાર્ય કરવામાં આવે તો ભારત દેશ સારી રીતે પ્રગતિના પંથે આગળ વધી શકશે. ભવિષ્યની પેઢી અને નવી પેઢીને પણ જાણ થવી જોઈએ કે આ દેશને બનાવવા માટે થઈને ઘણાં બધાં લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે. એ બધાની જાણ આપણી પેઢીને હોવી જોઈએ. ભારત દેશનો જે ઇતિહાસ રહ્યો છે તે ખૂબ જ ગૌરવભર્યો રહ્યો છે.

આ પણ વાંચો-Jallianwala Bagh Massacre : ભારતના સ્વતંત્રતા સંગ્રામનો અતિમહત્વનો વળાંક એટલે 'જલિયાંવાલા બાગ'

સૌ કોઇને સંપૂર્ણ ઉપયોગી થઇ શકે એવું પુસ્તક - અત્રે એ મહત્વનું છે કે સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો વિશેનું આ પુસ્તક (75 heroes of the freedom struggle) વિદ્યાર્થીઓથી લઇ સૌ કોઇને સંપૂર્ણ ઉપયોગી થઇ શકે એવું પુસ્તક છે. જેનાથી ભારતનો ઇતિહાસ લોકો વધુ નજીકથી જાણી શકશે.

ABOUT THE AUTHOR

...view details