ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Election 2022 પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપી રાહત, 2 વર્ષની સજા પર મૂક્યો સ્ટે - Gujarat Assembly Election 2022

સુપ્રીમ કોર્ટે આજે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાન અને આગચંપીના મામલામાં અપીલ પર સુનાવણી (Supreme Court on Congress Leader Hardik Patel) કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નિર્ણય આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર પ્રતિબંધ લગાવ્યો છે. સંબંધિત હાઈકોર્ટે સજા પર પ્રતિબંધ લગાવવો (Relief from Supreme Court to Hardik Patel ) જોઈતો હતો.

સુપ્રીમ કોર્ટે Gujarat Assembly Election 2022 પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને આપી રાહત, 2 વર્ષની સજા પર મૂક્યો સ્ટે
સુપ્રીમ કોર્ટે Gujarat Assembly Election 2022 પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને આપી રાહત, 2 વર્ષની સજા પર મૂક્યો સ્ટે

By

Published : Apr 12, 2022, 12:16 PM IST

Updated : Apr 12, 2022, 1:44 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે રાહત (Relief from Supreme Court to Hardik Patel ) આપી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી (Supreme Court on Congress Leader Hardik Patel) કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે, સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો.

હાર્દિક પટેલને સુપ્રીમ રાહત -પાટીદાર આંદોલન હિંસા કેસમાં હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત (Relief from Supreme Court to Hardik Patel) મળી છે. સુપ્રીમ કોર્ટે હિંસા કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના (Supreme Court on Congress Leader Hardik Patel) નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે. હાર્દિક પટેલે ચૂંટણી લડવા દોષિત ઠેરવવા પર સ્ટે માગ્યો હતો. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને મોકૂફ કરવાની માગ કરી હતી, જેથી તે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) લડી શકે.

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી માટે હાર્દિક પટેલને અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો -હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે, તેમને ચૂંટણી લડતા અટકાવવા એ અધિકારોનું ઉલ્લંઘન છે. પટેલે વર્ષ 2019માં એક વાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે. હાર્દિક પટેલના વકીલે કહ્યું કે, તે ગંભીર હત્યારો નથી. પોલીસે સત્તાનો દુરુપયોગ કર્યો છે. આપને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.

અરજીમાં શું કહેવામાં આવ્યું જાણો -અરજીમાં કહેવામાં આવ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દોષિત ઠરાવની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ જોવું જોઈએ કે, વ્યક્તિ પર તેની શું અસર પડશે અને જો તેને યથાવત્ રાખવામાં આવે તો તે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે. આ જ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, આવા કેસોમાં હાજર પૂરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે. તેના કેસમાં કોઈ સીધો પૂરાવો નથી અને સમગ્ર કેસ અફવા પર આધારિત છે. પિટિશનમાં દોષિત ઠરાવીને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટે 2015માં હાર્દિક પટેલને આપ્યો હતો ઝટકો- ખરેખર 29 માર્ચ, 2019ના દિવસે હાર્દિક પટેલને વર્ષ 2015ના રમખાણોના કેસમાં (Patidar movement riot case) ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે મહેસાણામાં વર્ષ 2015ના રમખાણોના (Patidar movement riot case) કેસમાં હાર્દિક પટેલની સજાને મોકૂફ કરવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. જ્યારે વર્ષ 2018માં નીચલી કોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલને રમખાણો (Patidar movement riot case) ભડકાવવા બદલ દોષિત ઠેરવ્યો હતો અને તેને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને રાહત આપી છે.

આ પણ વાંચો-Patan Murder Case: પાટણમાં ભાઈ અને ભત્રીજીના હત્યા કેસમાં બહેનને આજીવન કેદની સજા

ચૂંટણી લડવા હાર્દિક પટેલનો રસ્તો ખૂલ્યો - આપને જણાવી દઈએ કે, આ સાથે જ કોંગી નેતા હાર્દિક પટેલનો ચૂંટણી લડવાનો રસ્તો ખૂલ્યો છે. વિસનગર કોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. વિસનગર કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા સંભળાવી હતી. જોકે, આ સજા થતાં હાર્દિક ચૂંટણી લડી શક્યા નહતા. વર્ષ 2019માં હાર્દિક પટેલે ચૂંટણી લડવા અરજી પણ કરી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી ચાલી રહી છે. આગામી દિવસોમાં તે અરજી અંગે ચુકાદો આવશે.

આ પણ વાંચો-Patidar Anamat Andolan Cases Withdraw : પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પાછા લેતી સરકાર, હાર્દિકને રાહત

પાટીદાર અનામત આંદોલનમાં કેસ : ગયા મહિનાની શરૂઆતમાં ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે 7 કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.

આ કિસ્સાઓ ફરી પણ બન્યા:સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ 3 કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી, જે અન્ય કલમો વચ્ચે કલમ 143, 144, 332 હેઠળ નોંધાયેલા હતા. સુધીર બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ સિવાય અમદાવાદની સેશન્સ કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ (Patidar movement riot case) પેન્ડિંગ નથી. તેમણે કહ્યું હતું કે, મેટ્રોપોલિટન કોર્ટ 15 એપ્રિલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા પટેલ અને અન્યો સામેનો ફોજદારી કેસ પાછો ખેંચવાનો આદેશ આપી શકે છે. તો આ તરફ હાર્દિક પટેલે આંદોલનને લગતી તમામ બાબતો પાછી લઈને સરકાર પાટીદાર યુવાનોને રાહત આપે તેવી માગ કરી હતી. હાર્દિકે સરકારને ચેતવણી આપી હતી કે, જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો વધુ એક આંદોલન કરવામાં આવશે.

Last Updated : Apr 12, 2022, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details