અમદાવાદ શહેરમાં ચીનનો ઠેરઠેર વિરોધ, ABVP સંગઠને નોંધાવ્યો વિરોધ
ભારત-ચીનની બોર્ડર પર સોમવારે રાત્રે બંને સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિક શહીદ થયાં છે ત્યારે દેશમાં ચીન પ્રત્યે અમદાવાદ ABVP સંગઠનના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચીન પ્રત્યે રોષ વ્યક્ત કરતાં શહાદતનો જડબાતોડ જવાબ આપવા જણાવ્યું છે. લોકો ચીનને પાઠ ભણાવવા માટે ચીની માલસામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરે તેવો અનુરોધ કર્યો છે
અમદાવાદ શહેરમાં ચીનનો ઠેરઠેર વિરોધ, ABVP સંગઠને નોંધાવ્યો વિરોધ
અમદાવાદઃ દેશભરમાં ચીન સામે આક્રોશ છે. ત્યારે અમદાવાદના યુવાનોમાં પણ રોષ છે. અને યુવાનો કહી રહ્યાં છે કે એક માથાંની સામે 10 માથાં લઇ આવો. હવે 56 ઇંચની છાતી દેખાડવાનો સમય આવી ગયો છે. ચીનને તેની ભાષામાં જવાબ આપવા યુવાનોએ માગ કરી છે.