ગુજરાત

gujarat

ETV Bharat / city

ગ્રાઉન્ડ રિપોર્ટઃ સાબરમતીની સ્વચ્છ પાણીથી કાળા પાણી સુધીની કહાણી

અમદાવાદ: શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી ચિલોડા પાસેના ભાટ ગામે જ્યારે આવે છે, ત્યારે એકદમ સ્વચ્છ પાણી જોવા મળે છે. તો અમદાવાદમાં આવેલા ઇન્દિરા બ્રિજ વિસ્તાર પાસે પાણી ભરાઈ રહેવાના કારણે થોડું લીલુ જોવા મળે છે.

By

Published : May 4, 2019, 11:49 AM IST

સાબરમતી

તો આ સાબરમતી નદી શહેરની મધ્યમાં આવતા નદી બે કાંઠે ભરેલા પાણીના કારણે હિલોળા લેતી જોવા મળે છે. અમદાવાદના વિશાલા પાસે બંધ પાણીના કારણે આગળ પાણી આવતું નથી. કારણ કે પાણીને બંધમાં રોકી રાખવામાં આવે છે, પરંતુ વિશાલા પાસે વહેતી નદીમાં અમદાવાદ અને તેની આસપાસની ફેક્ટરીના અને મીલના કેમીકલ યુક્ત પાણી તેમજ ચંડોળા અને આસપાસના બધા પ્રોસેસ હાઉસના પાણી તેમાં ભેળવી અને વિશાલા પાસે બધા જ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે.

સાબરમતીનો ગ્રાઉન્ડ રિપોર્ટ


જેના કારણે ધોળકા તરફ વહેતું પાણી આસપાસના ગામડાઓની જમીનો ઢોરઢાંખર તેમજ પીવાના પાણીમાં ભળી જાય છે. તેથી કેન્સરથી લઇને ચામડીના રોગો થવાની શક્યતાઓ રહેતી હોય છે. જાહેર જનતાને કાળા પાણીની પ્રોસેસ ખબર છે, પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ તેમજ તંત્રને અને સત્તાધીશોને આ કાળું પાણી દેખાતું નથી.

ABOUT THE AUTHOR

...view details