- ગુજરાત પોલીસના માથે લાગ્યો કલંક
- PSIએ મહિલા પર દુષ્કર્મનો કર્યો પ્રયાસ
- પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવા ગઈ હતી
- સાયબર ક્રાઈમમાં ફરજ બજાવે છે PSI મિશ્રા
પોલીસ પર કલંકઃ અમદાવાદમાં ફરિયાદ નોંધાવા ગયેલી મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર PSI ઝડપાયો - વાડજ ચોકી
સામાન્ય વ્યક્તિને જ્યારે કોઈ તકલીફ પડે છે ત્યારે તે સૌથી પહેલા પોલીસ પાસે જાય છે. લોકોને વિશ્વાસ છે કે પોલીસ તેમની મદદ કરશે. પરંતુ અમદાવાદમાં જ્યારે એક મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે પીએસઆઈ રિતેશકુમાર આર. મિશ્રાએ આ યુવતીને હોટેલમાં બોલાવી હતી. યુવતી હોટેલમાં ગઈ એટલે લંપટ પીએસઆઈએ યુવતી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, યુવતી ત્યાંથી ભાગી જવામાં સફળ થતા તે બચી ગઈ હતી.
પોલીસ પર કલંકઃ અમદાવાદમાં ફરિયાદ નોંધાવા ગયેલી મહિલા સાથે દુષ્કર્મ કરવા જતો PSI ઝડપાયો
અમદાવાદ: શહેરમાં મહિલા પોતાના ગુમ થયેલા પતિની ફરિયાદ બાદ મદદ મેળવવા પોલીસ સ્ટેશન જતી હતી. ત્યારે પોલીસ ચોકીમાં તપાસ અધિકારીએ મહિલાને એકલામાં બોલાવી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપી પીએસઆઈની ધરપકડ કરી છે.