- 2 દિવસના કરફ્યુને લઈને કોંગ્રેસનું નિવેદન
- ઘોડા ભાગી ગયા બાદ તાળા બાંધવાની સરકારની નીતિ
- લોકોને ઘરની બહાર ના નીકળવા કોંગ્રેસની અપીલ
અમદાવાદઃ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે અગાઉ સરકાર કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા હોવાનો દાવો કરતી હતી અને હવે તહેવારમાં કેસ વધવા લાગ્યા છે ત્યારે લોકો સાથે રમત રમીને હવે 2 દિવસનું કરફ્યુ આપવામાં આવ્યું છે ત્યારે આ સરકારની આ નીતિ ઘોડા જતા રહ્યાં બાદ તબેલે તાળા બાંધવાની નીતિ જેવું છે.
કરફ્યૂ અંગે કોંગ્રેસનું નિવેદન શિક્ષણ અંગે પણ કોંગ્રેસે કર્યા પ્રહાર શિક્ષણ અંગે પણ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારની શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવા અંગેની નીતિ સ્પષ્ટ નથી, અગાઉ શાળા કોલેજ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હવે નિર્ણય બદલી દેવામાં આવ્યો છે, સરકારના નિર્ણય વિદ્યાર્થીઓના જીવન સાથે રમત જેવું જ છે.
- લોકોને ઘરમાં રહેવા પણ કોંગ્રેસની અપીલ
કોંગ્રેસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે લોકોએ સરકારના કરફ્યુનું પાલન કરવું અને કોરોનાથી સંક્રમિત થતા બચવું જોઈએ.