- વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ
- પોલીસકર્મીઓ માટે બીજો તબક્કો શરૂ કરાયો
- ઉચ્ચ અધિકારીઓ લીધી વેક્સિન
કલેક્ટર સહિત અનેક અધિકારીઓએ લીધી વેક્સિન
અમદાવાદ: કોરોના વેક્સિન માટેનો બીજો તબક્કો શરૂ થયો છે, ત્યારે આ બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એટલે કે, પોલીસ કર્મીઓને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આજે શરૂઆતના તબક્કામાં ઉચ્ચ અધિકારીઓએ વેક્સિન લીધી હતી.
ઉચ્ચ અધિકારીઓએ વેક્સિન લઈને પ્રેરણા આપી
અન્ય દેશોમાં વેક્સિનની આડ અસર થઈ હતી. જેના કારણે હાલ દેશમાં લોકોના મનમાં પણ એક ડર ઉભો થયો છે. જે ડર દૂર કરવા આજે બીજા તબક્કાની શરૂઆતમાં જ ઉચ્ચ અધિકારીઓ વેક્સિન લઈને વેક્સિન સુરક્ષિત હોવાનું સાબિત કર્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર, કલેક્ટર, જિલ્લા અધિકારી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ વેક્સિન લીધી હતી. વેક્સિન લીધા બાદ વેક્સિન સુરક્ષિત હોવાનું પણ તમામ અધિકારીઓએ જણાવ્યું હતું.
અમદાવાદના કુલ 15,000થી વધુ પોલીસકર્મીઓને વેક્સિન અપાશે
વેક્સિનના બીજા તબક્કામાં કોરોના સામેની લડાઈમાં દિવસ રાત ફરજ નિભાવી ચૂકેલા અને હાલ ફરજ નિભાવી રહેલા અમદાવાદ પોલીસના 15,000થી વધુ પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ સહિત 16 સેન્ટર પર વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. આજે વેક્સિન લીધા બાદ એક મહિના બાદ વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવશે. પોલીસ કમિશનર અને કલેક્ટર દ્વારા વેક્સિન લઈને અન્ય પોલીસકર્મી અને અન્ય કોરોના વોરિયર્સને વેક્સિન લેવા અપીલ કરવામાં આવી હતી.