બાપુનગરમાં મકાનનો સ્લેબ તૂટતાં એક વ્યક્તિનું થયું મોત - AHD
અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં સોનેરીયા બ્લોકમાં મકાનનો સ્લેબ અચાનક જ તૂટતા એક વ્યક્તિનું મોત થયું હતુ. બ્લોકમાં અચાનક જ અવાજ સાથે સ્લેબ ધરાશાયી થતા સ્થાનિકો ભેગા થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અમદાવાદ
સ્લેબ કઈ રીતે તૂટ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મરનાર વ્યક્તિનું નામ સુગ્રીવ યાદવ હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ પામનાર વ્યક્તિ થોડા સમય પહેલા જ સોનેરીયા બ્લોકમાં રહેવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.