ગુજરાત

gujarat

ETV Bharat / city

SIT Invesigation in AMOS : આરોપીને લઇને સિટ પહોંચી એમોસમાં, શેની થશે તપાસ તે જૂઓ

બોટાદ લઠ્ઠાકાંડમાં ( Botad Latthakand ) એકતરફ મોતનો આંકડો (Death Toll rise in latthakand )વધ્યો છે તો બીજીતરફ આ કાંડના આરોપીઓને પકડમાં લઇ વધુ કાર્યવાહીનો દોર પણ આગળ વધતો જોવા મળી રહ્યો છે. ઝેરી કેમિકલ મિથેનોલ જે કંપનીમાંથી (SIT Invesigation in AMOS) ગયું હતું ત્યાં તપાસ માટે આરોપી જયેશને લઇને સિટ ટીમ પહોંચી ( SIT reached Amos with the accused) હતી.

SIT Invesigation in AMOS : આરોપીને લઇને સિટ પહોંચી એમોસમાં, શેની થશે તપાસ તે જૂઓ
SIT Invesigation in AMOS : આરોપીને લઇને સિટ પહોંચી એમોસમાં, શેની થશે તપાસ તે જૂઓ

By

Published : Jul 28, 2022, 9:10 PM IST

અમદાવાદ- 25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાંલઠ્ઠાકાંડથી ( Botad Latthakand ) પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના મૃત્યુઆંક 55 થયો હતો. એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત (Death Toll rise in latthakand ) થયા છે. ત્યારે રાજ્ય સરકારે ગઠિત કરેલી SITની ટીમ આજે જે કંપનીમાંથી દેશીદારૂમાં મિલાવવા માટે મિથેનોલ ગયું હતું તે કંપનીમાં આરોપી સાથે વધુ તપાસ( SIT reached Amos with the accused) માટે પહોંચી છે. આ કંપનીમાં અધિકારીઓ હવે CCTV ફૂટેજ ચેક (Check CCTV footage in Amos) કરશે.જેને આધારે કેમિકલ કઈ રીતે લોડ કરવામાં આવ્યું હતું તેમજ બીજી કેટલી જગ્યાએ કેમિકલ જતું હતું તેની (SIT Invesigation in AMOS)તપાસ કરશે.

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડનો પ્રથમ કેસના વ્યક્તિએ શું કહ્યું ડોક્ટરને? : લઠ્ઠાકાંડ મુદ્દે રોજીદના સરપંચની જૂબાની

અમદાવાદની AMOS કંપનીમાંથી મિથેનોલ ગયું- તપાસ માટે CCTV ફૂટેજ ચેક (Check CCTV footage in Amos) કરવામાં આવી રહ્યાં છે ત્યારે પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં અમદાવાદની AMOS (SIT Invesigation in AMOS)કંપનીમાંથી મિથેનોલ ગયું હતું. તેની તપાસ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી SITની ટીમ આરોપી જયેશને લઈને કંપનીમાં પહોંચી છે. કંપનીમાં SIT દ્વારા કેમિકલ કઈ રીતે લોડ કરવામાં આવ્યું હતું. તેમજ બીજી કેટલી જગ્યાએ કેમિકલ જતું હતું તેની તપાસ માટે CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Botad Lathha Kand: વૃદ્ધ મહિલાની જિંદગીનો છેલ્લી ઘડીનો ટેકો ઝેરી દારૂએ છીનવી લીધો

લાંબા સમયથી થતો હતો વેપાર -ફેક્ટરીનો માલિક (SIT Invesigation in AMOS)અને દારૂ બનાવનાર નજીકના સંબંધીઓ હોવાથી આ વેપાર ઘણા સમયથી ચાલતો હતો. જેના કારણે અનેક લોકોએ આવો કેમિકલ મિશ્રિત દારૂ પીધો હોય તો તેની પણ તપાસ કરવા માટે એસઆઇટીની ટીમ પહોંચી છે. આ રેકેટ કેટલા સમયથી ચાલતુ હતું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details