ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઈકોર્ટનો સરકારને આદેશઃ ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન અને સાઈટ્સને બંધ કરાવો

ગુજરાત સહિત દેશભરમાં વિવિધ એપ્લિકેશન અને સાઈટ્સ મારફતે રમાતા જુગાર સામે ગુજરાત હાઈકોર્ટે હવે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, સરકાર આ તમામ એપ્લિકેશન અને સાઈટ્સ બંઘ કરાવે. આ ઉપરાંત આ પ્રકારની એપ્લિકેશન દ્વારા મની લોન્ડરિંગ કે વિદેશી ફંડ્સની હેરાફેરી ચાલતી હોય તો તેની સામે પણ સરકાર કડક કાર્યવાહી કરવામાં આવે.

ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન અને સાઈટ્સને બંધ કરાવોઃ હાઈકોર્ટનો સરકારને આદેશ
ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન અને સાઈટ્સને બંધ કરાવોઃ હાઈકોર્ટનો સરકારને આદેશ

By

Published : Oct 13, 2020, 5:43 PM IST

અમદાવાદઃ રાજ્યના યુવાનોમાં ઓનલાઈન જુગાર રમવાનું ચલણ વધ્યું છે. વિવિધ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ક્રિકેટ સહિતની રમતો પર સટ્ટા લગાવવામાં આવે છે. આ ઉપરાંત ઓનલાઈન મની લોન્ડરિંગ કે વિદેશી ફંડ્સની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોય છે. આથી ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, સરકાર રાજ્યમાં ઓનલાઈન જુગાર રમાડતી તમામ એપ્લિકેશન અને સાઈટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરે અને ઓનલાઈન ગેમીંગના નામે રમાતા સટ્ટાને બંધ કરાવે.

ગુજરાતના યુવાનોમાં ઓનલાઈન સટ્ટો અને ઓનલાઈન ગેમિંગના નામે જુગાર રમવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે અને તેના કારણે રાજ્યનું યુવાધન ખોટી દિશામાં જઈ રહ્યું છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, રાજ્યમાં ઓનલાઈન જુગારની સ્થિતિ અંકુશ બહાર જાય તે પહેલા સરકાર કાર્યવાહી કરે અને તમામ એપ્લિકેશન અને વેબસાઈટ્સ બંધ કરાવે.

ABOUT THE AUTHOR

...view details